________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
(સ્થળ) પર્યાપ્તના અનેક ભેદો છે'. જેમકે: અંગારો (ધૂળ રહિત અગ્નિ), મુર્મુર (ભસ્મયુક્ત અગ્નિકા), અગ્નિ (સામાન્ય શુદ્ધ અગ્નિ), અર્ચિ (સમૂલ અગ્નિશિખા), જ્વાળા (મૂળરહિત અગ્નિશિખા), ઉલ્કા, વિદ્યુત વગેરે.
૯૮
૫ વાયુકાયિક જીવ-વાયુ જ જેનું શરીર છે તેવા જીવોને વાયુકાયિક જીવ કહેવામાં આવે છે. પૃથ્વીકાયિકની જેમ તેના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમાંથી બાદર-પર્યાપ્ત વાયુકાયિકના અનેક પ્રકારો પાડવામાં આવેલા છે. જેમકે : ઉત્કલિકા (અટકી અટકીને વહેનાર), મંડલિકા (ચક્રાકાર), ઘન (નર્કમાં વહેનાર), ગુંજા (અવાજ કરનાર), શુદ્ધ (મંદ મંદ પવન), સંવર્તક (ઘાસનાં તાખલાંને સાથે ઉડાડનાર) વગેરે.
આ રીતે, ગ્રન્થમાં સંક્ષેપમાં સ્થૂળ (બાદ૨) એકેન્દ્રિય, સ્થાવર જીવોનું વિભાજન ક૨વામાં આવેલ છે. રૂપાદિના તરતમભાવથી તેના બીજા અવાન્તર અનેક પ્રકારો પાડી શકાય છે”. સૂક્ષ્મ એકેન્દ્રિય બધા જ સ્થાવર જીવોનો એક એક પ્રકાર જ દર્શાવવામાં આવેલ છે". કારણ કે સ્થૂળમાં જ અવાન્તર ભેદ સંભવે છે. બધા સૂક્ષ્મ જીવ જો કે કોઈથી અવરોધી શકાતા નથી માટે સર્વ
१. बायरा जे उ पज्जता णेगहा ते वियाहिया । इंगाले मुम्मुरे अगणी अच्चिजाला तहेव य ।। उक्का विज्जू य बोधव्वा गहा एवमायओ । विहमणाणत्ता सुहमा ते वियाहिया ।।
૨ રુવિદા વાડનીવા ૩... (શેષ પૃ. ૯૫, પા. ટિ, ૧ ની જેમ) ।
3 बायरा जे उ पज्जता पंचहा ते पकित्तिया ।
उपकलिया मंडलिया घणगुंजा सुद्धवाया य । संवट्टगवाया य णेगहा एवमायओ ।
૪ જુઓ - પૃ. ૯૪, પાટ ટિ. ૨. ५ एगविहमणाणत्ता सुहमा तत्थ वियाहिया । सुहमा सव्वलोम्मि एगदेसे य बायरा ॥
Jain Education International
-૩. ૩૬. ૧૦૨-‰° °.
For Private & Personal Use Only
-૩. ૩૬. ૧૧૭.
૩. રૂ. ૧o૮-‰‰°.
-૩. ૩૬. ૭૭-૭૮, ૮૬, ૧૦૦, ૧૧૯-૧૨૦.
www.jainelibrary.org