________________
પ્રકરણ ૧: દ્રવ્ય-વિચાર બધાનું પોષણ થાય છે) તથા ૨. પ્રત્યેક-શરીર (જેના શરીરમાં એક જ જીવ રહે છે. અથવા જે શરીરનો એક જ સ્વામી હોય છે). આ પછી, આ બંનેના અનેક ભેદોમાંથી કેટલાક અવાજોર પ્રકારોને ગણાવવામાં આવેલ છે. જેમકે :
(ક) સાધારણ-શરીર બાદર (ધૂળ) પર્યાપ્તના કેટલાક પ્રકાર- આલુ, મૂળો, આદુ, હરિલી, સિરિલી, સિસિરિલી, યાવતિક, કન્ટલી, પલાંડુ (ડુંગળી), લસણ, કુહુવત, લોહિની, હુતાણી, દૂત, મૂડ, કૃષ્ણ, વ્રજકન્દ, સૂરણ, અશ્વકર્ણા, સિહકર્ણ, મુલુંઢી, હળદર, આદિ અનેક કન્દમૂળ આ વિભાગમાં સમાવિષ્ટ થયેલ છે. એમનાં નામોનો ખ્યાલ વૈદ્યાક નિઘંટુ તથા દેશદેશાંતરની ભાષાઓ દ્વારા આવે છે.
(ખ) પ્રત્યેક-શરીર બાદર (ધૂળ) પર્યાપીઠના કેટલાક પ્રકાર-વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ (નવમાલિકા વગેરે), લતા (ચંપક વગેરે), વલ્લી (કારેલાં વગેરે) તૃણ (ઘાસ), વલય (નારિયેલ વગેરે). તેમાં છાલ વલયાકાર હોય છે, શાખાઓ નથી હોતી, પર્વજ જે ગાંઠ વાળાં હોય છે) જેમકે વાંસ, શેરડી વગેરે, કહુ (કુ-પૃથ્વી; તેનું ભેદન કરીને ઉત્પન્ન થનારાં છત્રાકાર), જલરૂહ (કમલ વગેરે),
ઔષધિતૃણ (શાલ્યાદિ ધાન), હરિતકાય જેવા અનેક વૃક્ષ તથા છોડ આ વિભાગમાં સમાવેશ પામ્યાં છે.
૪. અગ્નિકાયિક જીવ-અગ્નિ જેવું શરીર છે તેને અગ્નિકાયિક જીવ કહેવામાં આવે છે. પૃથ્વીની જેમ તેના પણ ચાર ભેદ છે. તેમાંથી બાદર
१. पत्तेयसरीरा उ णेगहा ते पकित्तिया ।
मुसुंढी य हलिद्दा य णेगहा एवमायओ ।।
–૩. ૩૬. ૨૪-૧૨. ૨ સુવિદ તેનીવા ૩. (શેષ પૃ. ૯૫, પા. ટિ. ૧ ની જેમ) I
૩. ૩૬. ૨૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org