________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૭૭.
૫ સંસાર-ભ્રમણાભાવરૂપ મુક્તિની પ્રાપ્તિ'.
જે આ વ્રતનું યોગ્ય રીતે પાલન નથી કરતો તે આ ગુણોથી વિપરીત જે દોષોને પ્રાપ્ત કરે છે તે આ પ્રમાણે છે :
૧ આત્મપ્રયોજન (આત્મ કે સુખ)ની પ્રાપ્તિ ન થવી. ૨ અસ્થિરચિત્ત (અસ્થિરાત્મા) થવું. ૩ ધર્મારાધનામાં શંકા વગેરે દોષ ઉત્પન્ન થવા. ૪ સંયમ વિરાધના, ઉન્માદ, દીર્ધકાલીન રોગ વગેરેની પ્રાપ્તિ. પ પરલોક ભય, કર્મ સંયમ, દુ:ખ અને નરકની પ્રાપ્તિ.
આ રીતે ગ્રંથમાં અન્ય વ્રતો કરતાં બ્રહ્મચર્ય ઉપર અધિક ભાર મૂકવામાં આવ્યો છે. અહીં એક પ્રશ્ન થાય કે ભગવાન પાર્શ્વનાથે જે ચાર વ્રતોનું પાલન કરવાનો ઉપદેશ આપેલો તેમાં બ્રહ્મચર્ય વ્રત ન હતું તો પછી કયા કારણે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય ઉપર આટલો ભાર મૂક્યો અને તેને સર્વે વ્રતોમાં દુસ્તર કહ્યું ! સાધુને સાન્તરોત્તર વસ્ત્રની જગાએ પુરાણાં વસ્ત્ર (અથવા અચેલ) પહેરવાની બાબતમાં જે તર્ક કરવામાં આવ્યો છે તે આ બાબતમાં અહીં પણ આપેલ છે. એનું તાત્પર્ય એ છે કે મહાવીરના કાળમાં લોકોની પ્રવૃત્તિ १ एस धम्मे दुवे निच्चे सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेण सिज्झिस्संति तहा वरे ।।
–૩. ૧૬. ૧૭. તથા જુઓ ઉ. ૫. ૩૧. ૧૪. २ इह कामाणियट्टस्स अत्तठे अवरज्झई .
–૩. ૭. ૨૫. 3 जइ तं काहिसि भावं जा जा दिच्छसि नारिओ । वायाविद्धो ब्द हडो अट्ठिअप्पा भविस्ससि ।।
–૩. રર. ૪૫. ४ आयरियाह-निग्गंयस्स खलु इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई
सेवमाणस्स बभयारिस्स बंभचेरे संका वा कंखा वा विइगिच्छा वा समुपज्जिज्जा, भेदं वा लभेज्जा, उम्मायं वा पउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपत्रताओ धम्माओ वा भंसेज्जा... ।
–૩. ૧૬. ૧. (IT) | ૫ એજન ૬ ઉ. ૫. પ-૧૧. ૭ જુઓ – પૃ. ૨૫૬. પા. ટિ. ૨, પૃ. ૨૫૭. પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org