________________
૪૪૨ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ભલે ને દેવ કેમ ન હોય ! ત્યાં સુધી તે પોતાનાં શુભાશુભ કર્મોના પ્રભાવથી સાંસારિક સુખ-દુઃખ ભોગવતો જન્મ-મરણને પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં જીવ સંસારમાં જન્મ-મરણજન્ય અનેક પ્રકારના દુઃખોને જ પ્રાપ્ત કરે છે. તેને જ ક્ષણિક સુખાનુભૂતિ થાય છે તે પણ દુ:ખરૂપ જ હોય છે કારણ કે સંસારી વ્યક્તિનું તે ભૌતિક સુખ કેટલીક ક્ષણો બાદ જ નષ્ટ થનારું છે. તેથી બૌદ્ધદર્શનની જેમ પ્રસ્તુત ગ્રંથમાં સંસારને દુ:ખોથી પૂર્ણ દર્શાવવામાં આવ્યો છે.
વ્યક્તિ દ્વારા અજ્ઞાનવશ રાગાદિથી વશીભૂત થઈ કરવામાં આવેલ શુભાશુભ કર્મ ઉપર જણાવેલ દુઃખનું કારણ બને છે. જો કે આ કર્મો અચેતન છે છતાં સજાગ પ્રહરીની જેમ તે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક ક્રિયાનું અધ્યયન કરી રહે છે અને સમય આવતાં, તેનું શુભાશુભ ફળ પણ આપે છે. આ કર્મ વેદાન્તદર્શનમાં સ્વીકત સ્થૂળ શરીરની પ્રાપ્તિમાં કારણ બને છે. કોઈ રૂપી અચેતન (પુદ્ગલ) દ્રવ્ય જ કર્મનું રૂપ ધારણ કરી યંત્રવતું કાર્ય કરે છે. આ કર્મ પુદ્ગલો (કાર્મણવર્ગણા)નો જીવ સાથે સંબંધ કરાવવામાં વેશ્યાઓ કારણ બને છે. લેશ્યાઓ જીવના રાગાદિરૂપ પરિણામ છે. આ કર્મ અને લેશ્યા વિષયક વર્ણન દ્વારા ગ્રંથમાં સંસારના સુખો અને દુઃખોનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. આમ, સંસારના વૈચિત્ર્યની ગાંઠ ઉકેલવામાં કોઈ ઈશ્વર વગેરે નિયત્તાની કલ્પના કરવી પડતી નથી. જો કે આ કર્મોનું ફળ ભોગવ્યા વગર કોઈ પણ જીવ બચી શકતો નથી છતાં પણ, જીવ ઈચ્છે તો ઉપાયપૂર્વક પૂર્વબદ્ધ કર્મોને શીઘ્ર વેગથી નષ્ટ કરી શકે છે અને આગામી કાળમાં કર્મોના બંધનને રોકી શકે છે.
કર્મોના બંધનને ન થવા દેવા માટે ગ્રંથમાં જે ઉપાય દર્શાવવામાં આવ્યો છે તે જૈનદર્શનમાં “રત્નત્રય'ના નામે પ્રસિદ્ધ છે. જિનેન્દ્રિય દેવ પ્રણીત નવતથ્યોમાં દઢ વિશ્વાસ (સતુ-દષ્ટિ), તે તથ્યોનું સાચું જ્ઞાન અને તદનુસાર સદાચારમાં પ્રવૃત્તિ-આ ત્રણ રત્નત્રય છે જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રના નામે પ્રસિદ્ધ છે. ભગવદ્ગીતાનો ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org