________________
૧૨૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
ઉપનિષદોની જેમ કોઈ એક જ કેન્દ્ર બિન્દુમાંથી અને ન તો સાંખ્યદર્શનની જેમ ચેતન-અચેતન આ (પ્રકૃતિ-પુરુષરૂપ) બે કેન્દ્રબિન્દુઓમાંથી પ્રવાહમાન થયો નથી પરંતુ, ચેતન-અચેતનરૂપ મુખ્ય છ કેન્દ્ર બિંદુમાંથી તે પ્રવાહમાન થયેલો છે. દ્રવ્ય વેદાન્તીઓની જેમ ન તો સર્વથા નિત્ય છે અને ન તો બોદ્ધોની જેમ સર્વથા અનિત્ય છે પણ, નિત્યાનિત્યાત્મક અને એકાનેકાત્મક છે.
१ सर्व खल्विरं ब्रह्म ।
–છાંખ્યોપનિષદ્ ૩. ૨૪. ?.
एकमेवाद्वितीयम् ।
–છોકોનષત્ ૩. ૨. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org