________________
૧૨૯
પ્રકરણ ૨
સંસાર ચેતન (જીવ)ની સાથે રૂપી-અચેતન (પુદ્ગલ)નો સંયોગ-વિશેષ થવો એ જ સંસાર છે. તેથી જ્યાં સુધી ચેતન જીવની સાથે રૂપી અચેતન પુગલનો સંબંધ રહે છે ત્યાં સુધી “જીવને “સંસારી” કહેવામાં આવે છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંસાર શબ્દનો અર્થ આ પ્રમાણો થાય : સંસરા અથવા પરિભ્રમણ. આ સંસરણ મુખ્યરૂપે ચાર અવસ્થારૂપવાળું દર્શાવવામાં આવ્યું છે અને તેને ગતિ' કહેવામાં આવે છે. તેનાં નામ છે : નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ આ ચાર ગતિઓમાં પોતાનાં શુભ અને અશુભ કર્મોને કારણે જીવને જે જન્મ-મરણ પ્રાપ્ત થાય છે તે જ “સંસાર” છે. તેથી ગ્રંથમાં સંસાર કે સંસારચક્રને જન્મ, જરા અને મરણના ભયથી અભિભૂત દર્શાવવામાં આવેલ છે તથા તેને “ભવ” અથવા “ભવપ્રપંચ” પણ કહેવામાં આવેલ છે.
સંસારની દુઃખરૂપતા નરકાદિ ચારેય ગતિતઓ જરા-મરણારૂપ સંસાર-વનની ચાર ભયંકર ખીણ છે. એ દુઃસહ અને ભયંકર શબ્દો તથા દુઃખોથી પૂર્ણ હોવાથી દુર્ગતિરૂપ
१ एवं भवसंसारे संसरइ सुहासुहेहिं कम्मेहिं ।
–૩. ૧૦. ૧૫.
२ जाईजरामच्चुभयामिभूया बहिं विहाराभिनिवट्ठचित्ता ।
संसारचक्कस्य विमोक्खणट्ठा दट्टण ते कामगुणे विरता ।।
–૩, ૧૪.
૪.
તથા જુઓ – ઉ. ૨૩. ર૪; ૩૬. ૬૩ 3 जरामरणकंतारे चाउरते भयागरे ।
मए सोढाणि भीमाहं जम्माई मरणाणि य ।।
–૩. ૪૭. ૧૯.
તથા જુઓ – ઉ. ર૯. રર, ૩૨, ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org