________________
૪૯૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧૯ છળ કપટથી છેતરવું, ર૦ બીજાને ખોટું બોલનાર કહેવો, ર૧ બીજાને દુ:ખ દેવું, રર રસ્તામાં માણસોના ધનને લૂંટવું, ર૩ પરસ્ત્રીને વિશ્વાસમાં લઈ છૂપી રીતે અનાચારનું સેવન કરવું, ૨૪ બાલબ્રહ્મચારી ન હોવા છતાં પણ બાલબ્રહ્મચારી કહેરાવવું, રપ બ્રહ્મચારી ન હોવા છતાં “છું” એમ કહેવું, ર૬ આશ્રયદાતાનું ધન ચોરવું, ર૭ જેના પ્રભાવથી ઉન્નતિ થઈ હોય તેની ઉન્નતિમાં વિન નાખવાં, ૨૮ નાયક કે શેઠ વગેરેની હત્યા કરવી, ર૯ દેવદર્શન ન કરવા છતાં “કરું છું” એમ કહેવું અને ૩૦ દેવોની નિન્દા કરવી.
અધ્યયનીય ? અધ્યયનીય ગાથાદિ ગ્રંથાધ્યયન આ પ્રમાણે છે :
ગાથા-ષોડશક: “સૂત્ર કતાંગ'ના પ્રથમ ભાગ (શ્રુતસ્કન્ધ)ના ગાથાઅધ્યયન પર્યન્ત સોળ અધ્યયનને અહીં ગાથાષોડશક શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. એ ઉત્તરાધ્યયન કરતાં પણ પ્રાચીન ગ્રંથ છે. યાકોબીએ ઉત્તરાધ્યયનની સાથે તેનો પણ અનુવાદ કર્યો છે.
જ્ઞાતાધ્યયન : અહીં જ્ઞાતાધ્યયન દ્વારા જ્ઞાતૃધર્મકથાના પ્રથમ ભાગના ઓગણીશ અધ્યયન અભિપ્રેત છે. તેમાં નીતિપ્રદ કથાઓ દ્વારા ધર્મોપદેશ આપવામાં આવેલ છે.
१ 'गाथाभिधानमध्ययनं षोशं येषां तानि, गाथा षोडशकानि' सूत्रकृताङ्गप्रथम श्रुतस्कन्धाध्ययनानि तेषु ।
–૩. ૩૧. ૧૩. ભાવવિજય ટીકા. गाहाए सह सोलस अज्झयणा तेसु सुत्तगडपढमसुतस्कंध अज्झयणेसु इत्यर्थः ।
–ડત શ્રમણ સૂત્ર પૃ. ૧૮૦. ૨ જુઓ - સે. બુ. ઈ. ભાગ-૪૫ ૩ ઉ. ૩૧. ૧૪, સમવા. સમવાય ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org