________________
પરિશિષ્ટ ૩ઃ સાપ્તાચાર સંબંધી અન્ય જ્ઞાતવ્ય હકીકતો ૪૯૧
વગેરે પણ સદાચારને મલિન કરનારા છે પરંતુ અહીં રૂઢિની દષ્ટિએ એકવીશ શબલદોષ ગણાવવામાં આવ્યા છે : ૧ હસ્તમૈથુન, ૨ સ્ત્રીસ્પર્શપૂર્વક મૈથુન, ૩ રાત્રિભોજન, ૪ સાધુને નિમિત્ત ગણી બનાવવામાં આવેલ ભોજનનું ગ્રહણ, ૫ રાજપિંડ લેવો, ૬ ભાવતાલ નક્કી કરેલ આહાર લેવો, ૭ ઉધાર લીધેલ આહાર લેવો, ૮ બહારથી ઉપાશ્રયમાં લાવવામાં આવેલ આહાર લેવો, ૯ નિર્બળ પાસેથી આંચકેલો આહાર લેવો, ૧૦ ત્યાગેલ વસ્તુને વ્રતભંગ કરી વારેવારે ખાવી, ૧૧ છ માસની અંદર એક ગણ છોડી બીજા ગણમાં જવું, ૧ર એક માસમાં ત્રણવાર જલપ્રવેશ તથા ત્રણવાર માયાસ્થાનોનું સેવન, ૧૩ હિંસા કરવી, ૧૪ ખોટું બોલવું, ૧ અદત્તવસ્તુ લેવી, ૧૬ સચિત્તભૂમિ પર બેસવું, ૧૭ સચિત્ત રજ કે ઉધઈવાળા લાકડા ઉપર બેસવું, ૧૮ ઈંડા હોય એવી જગાએ બેસવું, ૧૯ કંદમૂળાદિ લીલી વનસ્પતિઓ ખાવી, ૨૦ એક વર્ષમાં દસ વાર જલપ્રવેશ અને દસવાર માયાસ્થાનોનું સેવન કરવું અને ર૧ સચિત્ત જળ વગેરેથી ભીંજાયેલ હાથ દ્વારા આપવામાં આવેલ ભોજન-પાનનું ગ્રહણ કરવું.
મોહસ્થાન*(causes of delusion): મોહનાં ત્રીસ સ્થાન ગણાવવામાં આવેલ છે : ૧ ત્રસાદિ જીવોને પાણીમાં ડુબાડી મારી નાખવા, ૨ હાથ વગેરેથી મોં બંધ કરી મારવું, ૩ માથાને બાંધીને મારવું, ૪ હથિયારથી મારવું, ૫ શ્રેષ્ઠ નેતાને મારવો, ૬ પોતાના આશ્રયે આવેલ રોગીનો ઈલાજ ન કરવો, ૭ ભિક્ષા આદિ માટે આવેલ સાધુને મારવો, ૮ મુક્તિના માર્ગે જઈ રહેલ સાધુને પથભ્રષ્ટ કરવો, ૯ ધર્માદિની નિન્દા કરવી, ૧૦ આચાર્ય વગેરેની યોગ્ય સેવા ન કરવી, ૧૧ આચાર્ય વગેરે ઉપર ક્રોધ કરવો, ૧ર વારે વારે વિકથાનો પ્રયોગ કરવો, ૧૩ જાદુ આદિ વિદ્યાઓનો પ્રયોગ કરવો, ૧૪ વિષય-ભોગોનો ત્યાગ કરી ફરીથી તે પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવી, ૧૫ બહુશ્રુત હોવા છતાં પણ વારે વારે પોતાને બહુશ્રુત કહેવરાવવો, ૧૬ તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહેવરાવવો, ૧૭ અગ્નિના ધૂમાડામાં ફૂંક મારવી, ૧૮ સ્વયં પાપ કરી બીજાને માથે ઓઢાડવું,
૧ ઉ. ૩૧. ૧૯ શ્રમણ સૂત્ર પૃ. ૧૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org