________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
‘સમિતિ’નું પાલન નથી થઈ શકતું અને સમિતિનું પાલન ન કરવાથી પાંચ મહાવ્રતોની રક્ષા થઈ શકતી નથી. તેથી બધા પ્રકારના અસંયમનો ત્યાગ કરવો જરૂરી છે. તેના સત્તર પ્રકારો ગણાવવામાં આવ્યા છે. ૧-૯ પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રયકાળના જીવોની રક્ષામાં અસાવધાની, ૧૦ અચેતન વસ્તુઓને ગ્રહણ કરવામાં અસાવધાની, ૧૧ યોગ્ય રીતે ન જોવું, ૧ર ઉપેક્ષાપૂર્વક વસ્ત્રાદિની પ્રતિલેખના કરવી, ૧૩ અવિધિપૂર્વક મૂત્રાદિનો ત્યાગ કરવો, ૧૪ પાત્રાદિનું યોગ્ય રીતે પ્રમાર્જન ન કરવું, ૧૫-૧૭ મન, વચન અને કાયને વશમાં ન રાખતાં હિંસાદિમાં પ્રવૃત્ત થવું.
અસમાધિસ્થાન' (causes of not concentrating) : ચિત્તની એકાગ્રતાને સમાધિ (ધ્યાન) કહેવામાં આવેલ છે. તેથી અસમાધિસ્થાન એટલે એવી બાબત કે જેનાથી ચિત્તમાં એકાગ્રતાની પ્રાપ્તિ ન થાય. તેનાં વિશ સ્થાનો ગણાવવામાં આવેલ છે ઃ ૧ ઉતાવળે ચાલવું, ૨ રજોહરણથી માર્ગને પ્રમાર્જિત કર્યા વગર ચાલવું, ૩ ખરાબ રીતે પ્રમાર્જના કરી ચાલવું, ૪ વધારે સમય શયન કરવું, ૫ ગુરુ વગેરે સાથે વિવાદ કરવો, ૬ ગુરુ વગેરેને મારવાનો વિચાર ક૨વો, ૭ પ્રાણીઓને મારવાનો વિચાર કરવો, ૮ પ્રતિક્ષણ ગુસ્સો કરવો, ૯ સામાન્ય પ્રકારનો ક્રોધ કરવો, ૧૦ પિશુનતા આચરવી, ૧૧ પુનઃ પુનઃ નિશ્ચયાત્મક ભાષા બોલવી, ૧૨ નવી નવી રીતે ક્રોધ કરવો, ૧૩ શાંત પડેલ ક્રોધને પુનઃ જાગૃત કરવો, ૧૪ સચિત્ત ધૂળ આદિથી હાથ-પગ ભરેલા હોય છતાં અયત્નપૂર્વક પથારીમાં સૂવું, ૧૫ નિશ્ચિત સમયે સ્વાધ્યાય ન કરવો, ૧૬ વ્યર્થ અવાજ ક૨વો, ૧૭ ક્લેશ કરવો, ૧૮ સંઘભેદ કરવો, ૧૯ રાત્રિભોજન કરવું અને ૨૦ એષણાસમિતિનું પાલન ન કરવું.
શબલદોષ (Forbidden actions) : સદાચારને મલિન કરવામાં કારણ હોવાથી તેને શબલદોષ કહેવામાં આવે છે. જો કે ક્રોધાદિ અને સમાધિસ્થાન
૪૯૦
૧ ૩. ૩૧. ૧૪, સમવા. સમવાય ૨૦.
૨ ૩. ૩૧. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org