________________
પરિશિષ્ટ ૩ : સાધ્વાચાર સંબંધી અન્ય જ્ઞાતવ્ય હકીકતો ૪૮૯
ભયસ્થાન'(causes of danger) : ચિત્તોદ્વેષનું નામ ભય છે. તેના સાત પ્રકારો ગણાવવામાં આવ્યા છે. ૧ સ્વજાતીય જીવને સ્વજાતીય જીવથી થતો ભય (ઈહલોક ભય), ૨ પરલોકભય, ૩ ધનના વિનાશનો ભય, ૪ અકસ્માત પોતાની જાતે જ સશંક થવું (અકસ્માત ભય), ૫ આજીવિકાનો ભય, ૬ અપયશનો ભય અને ૭ મૃત્યુનો ભય. ભયવાળી વ્યક્તિ સદાચારમાં પ્રવૃત્ત થઈ શકતી નથી. તેથી સાધુએ બધા પ્રકારના ભયનો ત્યાગ કરવો જરૂરી છે.
ક્રિયાસ્થાન (Actions-Productive of Karman) : જે પ્રવૃત્તિથી કર્મોનો
:
આસવ થાય તેને ક્રિયાસ્થાન શબ્દથી વ્યક્ત કરવામાં આવે છે. તેના તેર પ્રકારો ૧ પ્રયોજનપૂર્વક કરવામાં આવેલ હિંસાદિમાં પ્રવૃત્તિ, ૨ પ્રયોજન વગર કરવામાં આવેલી હિંસાદિમાં પ્રવૃત્તિ, ૩ પ્રતિપક્ષીને મારવા માટે કરવામાં આવેલી પ્રવૃત્તિ, ૪ અજાણે થયેલી પ્રવૃત્તિ (અકસ્માતક્રિયા), ૫ મતિભ્રમથી કરવામાં આવેલ હિંસાદિમાં પ્રવૃત્તિ (દષ્ટિવિપર્યાસક્રિયા), ૬ અસત્ય બોલવું, ૭ ચોરી કરવી, ૮ બાહ્ય નિમિત્તના અભાવમાં શોકાદિ કરવાં (આધ્યત્મિકક્રિયા), ૯ માનક્રિયા, ૧૦ પ્રિયજનોને કષ્ટ દેવું, ૧૧ માયાક્રિયા, ૧૨ લોભક્રિયા, ૧૩ સંયમપૂર્વક ગમન. આમાં શરૂઆતના બાર ક્રિયાસ્થાન હિંસાદિરૂપ હોવાથી સર્વથા ત્યાજ્ય છે અને અંતિમ ક્રિયાસ્થાન સમિતિરૂપ હોવાથી ઉપાદેય છે પરંતુ સદાચારની ચરમાવસ્થા (અયોગ કેવલીની અવસ્થા)માં તે પણ ત્યાજ્ય જ છે કારણ કે પ્રત્યેક ક્રિયાથી શુભ અથવા અશુભ કર્મોનો આસ્રવ તો થાય જ છે. તેથી ધ્યાન-તપની ચરમાવસ્થામાં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયાનો પણ નિરોધ દર્શાવવામાં આવેલ છે.
છે
અસંયમ† (Neglect of self-control) : સંયમ એટલે સાવધાની (નિયંત્રણ) અને અસંયમ એટલે અસાવધાની (અનિયંત્રણ). અસાવધાનીમાં
૧ ઉં. ૩૧. ૯, સમવા. સમવાય ૭.
૨ ૩. ૩૧. ૧૨, સમવા. સમવાય ૧૩.
૩ ૬. ૩૧. ૧૩, સમવા. સમવાય ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org