________________
પરિશિષ્ટ ૩: સાધ્વાચાર સંબંધી અન્ય જ્ઞાતવ્ય હકીકતો ૪૯૩
સૂત્રકતાંગના ત્રેવીશ અધ્યયન': અહીં સૂત્રકૃતાંગના બંને ભાગોનાં ત્રેવીશ અધ્યયન અભીષ્ટ છે. તેમાં ગાથા-ષોડશક સંબંધી સોળ અધ્યયન પણ સંમિલિત
છે.
દશાદિ ઉદ્દેશઃ દશાશ્રુત સ્કન્ધના દસ ઉદ્દેશ, બૃહત્કલ્પના છ ઉદ્દેશ અને વ્યવહારસૂત્રના દસ ઉદ્દેશ અહીં ‘દશાદિ' શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે.
પ્રકલ્પ : સાધુના આચારનું પ્રતિપાદક આચારાંગસૂત્ર અહીં “પ્રકલ્પ” શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. એટલું વિશેષમાં કે અહીં આચરાંગસૂત્રમાં નિશીથ'ને પણ ભેળવી દેવામાં આવેલ છે જો કે તે આચારાંગના પરિશિષ્ટ (ચૂલિકા)ના રૂપે લખાયેલ છે. આનું કારણ એ છે કે “પ્રકલ્પ' શબ્દનો ઉલ્લેખ અઠ્યાવીશ સંખ્યાના ક્રમમાં આવેલ છે જ્યારે આચારાંગમાં કુલ પચીશ અધ્યયન છે. તેથી આ સંખ્યાની પૂર્તિ માટે નિશીથસૂત્રને પણ સંમિલિત કરવામાં આવેલ છે. જો કે આ નિશીથસૂત્ર બહુ જ વિશાળ છે અને અનેક ભાગોમાં વિભક્ત કરેલ છે છતાં સંપૂર્ણ નિશીથને ત્રણ ભાગોમાં વહેંચી અઠ્યાવીશની સંખ્યા પૂરી કરવામાં આવી છે. સમવાયાંગસૂત્રમાં “આચાર પ્રકલ્પ' શબ્દ આવે છે અને તેમાં તેના અન્ય પ્રકારે ભેદો પાડવામાં આવ્યા છે.
આ બધા ગ્રંથોમાં સાધુનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી ધાર્મિક અને દાર્શનિક વિષયોનું જ વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. દશાશ્રુતસ્કલ્પ આદિ છેદસૂત્રોમાં મુખ્યરૂપે આચારાદિમાં લાગેલા દોષોની પ્રાયશ્ચિતવિધિનું
૧ ઉ. ૩૧. ૧૬, સમવા, સમવાય ૨૩. ૨ ઉ. ૩૧. ૧૭, સમવા, સમવાય ર૬. 3 'प्रकृष्ट: कल्पः' यतिव्यवहारो यत्र स प्रकल्प-, स चेहाचाराङ्गमेवशास्त्रपरिज्ञाद्यष्टाविंशत्यध्ययनात्मकम् ।
–૩. ૩૧. ૧૮. ભાવવિજય ટીકા. आचारप्रथमाङ्ग तस्य प्रकल्प: अध्ययनविशेष निशीथमित्यपरामिधानम् । आचारस्य वा साध्वाचारस्य ज्ञानादिविषयस्य प्रकल्पो व्यवस्थापनमिति आचारप्रकल्प: ।
–Sત શ્રમણાસૂત્ર પૃ. ૧૮૯. ૪ સમવા, સમવાય ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org