________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સહુથી પ્રાચીન ટીકા ભદ્રબાહુ દ્વિતીય (વિ.ની ૬ઠ્ઠી સદી) દ્વારા રચવામાં આવેલ નિર્યુક્તિ છે, તેમાં પ્રાકૃત ભાષામાં નિબદ્ધ ૫૫૯ ગાથાઓ છે. એ મૂળ ‘ઉત્તરાધ્યયન’ની ગાથાઓ (લગભગ ૧૭૪૬ ગાથાઓ તથા ૮૭ ગદ્યાંશ) કરતાં ઘણી ઓછી છે. તે બહુ જ સંક્ષિપ્ત અને સાંકેતિક હોવાથી સમય જતાં ‘ઉત્તરાધ્યયન’ની સાથે નિર્યુક્તિ ઉપર પણ ટીકાઓ લખાઈ. ‘ઉત્તરાધ્યયન’ના ગુરુ-પરંપરાગત અર્થને સમજવા માટે ભદ્રબાહુની નિર્યુક્તિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી એ નિર્યુક્તિ, ઉત્તરવર્તી બધા ટીકા-ગ્રંથો માટે આધારભીંતની ગરજ સારે છે. તેમાં વિષયને સ્પષ્ટ કરવા માટે ક્યાંક ક્યાંક દૃષ્ટાંતો અને કથાનકોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે'.
૪૮
૨ ચૂર્ણિ : ‘ઉત્તરાધ્યયન' અને તેના પરની નિર્યુક્તિ ઉપર જિનદાસ મહત્તર (ઈ. સ. ૬ઠ્ઠી શતાબ્દી) દ્વારા સર્વપ્રથમ ચૂર્ણિની રચના થઈ. તેમાં મૂળગ્રંથની સાથે નિર્યુક્તિના અર્થને સ્પષ્ટ કરવામાં આવેલ છે. આ રચના પ્રાકૃત-સંસ્કૃત ભાષા સાથે મિશ્રિત ગદ્યમાં છે. તેમાં કેટલાક શબ્દોની વિચિત્ર વ્યુત્પતિઓ પણ આપવામાં આવી છે. ભાષાશાસ્ત્રીની દૃષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે. તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનું ચિત્રા પણ આમાં મળે છે. તેમાં અંતિમ અઢાર અધ્યયનોની વ્યાખ્યા ખૂબ સંક્ષેપમાં કરવામાં આવી છે.
૩ શિષ્ય : હિતા ટીકા અથવા બૃહદ્વૃત્તિ: (પાઈય-ટીકા) આના રચનાકાર વાદિવેતાલ શાંતિસૂરિ (મૃત્યુ સન્ ૧૦૪૦) છે. આ, ‘ઉત્તરાધ્યયન’ અને તેની નિર્યુક્તિ ઉપર સંસ્કૃત-ગઘમાં લખાયેલી ટીકા છે. આ પણ અનેક દૃષ્ટિએ
१. कडए ते कुंडले य ते अंजियक्खि । तियलते य ते । पवणस्स उड्डाहकारिए । दुट्ठा सेहि । कतो सि आगया ।। राईसरिसमित्ताणि परछिद्दाणि पाससि
अप्पणो बिलमित्ताणि पासंतोऽपि न पाससि ।।
२ धूर्णत इति घोरा, परतः क्रामतीति पराक्रम : पर: वा क्रामति... दस्ते एभिरिति दन्ता : ।
Jain Education International
For Private & Personal Use Only
–૩, ૧૩૯૮-૧૪૦.
—૩. પૂર્ણ પૃ. ૨૦૮.
www.jainelibrary.org