________________
४७
જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' તથા તેના વિપુલ ટીકા સાહિત્ય, તેના મહત્ત્વ અને પ્રાચીનતાની સાથે તેની લોકપ્રિયતાનો પણ પરિચય મળે છે. સંક્ષેપમાં કહેવું હોય તો, કહી શકાય કે ઉત્તરાધ્યયન' અંગબાહ્ય ગ્રંથ હોવા છતાં પણ અંગગ્રંથોથી જરાય ન્યૂન મહત્ત્વપૂર્ણ નથી.
આ સિવાય તે ઉપદેશાત્મક, ધાર્મિક તથા દાર્શનિક હોવાને કારણો પણ. તેમાં ધાર્મિક-કાવ્યના સામાન્ય ગુણનો અભાવ જોવા મળતો નથી. સાહિત્ય સમાજનું દર્પણ હોય છે તે દૃષ્ટિએ, ‘ઉત્તરાધ્યયન'માં તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ વગેરેનું પણ આલેખન સમાવિષ્ટ થયેલું છે. વિવિધ પ્રકારના સંવાદો, પ્રતીકો, ઉપમાઓ, સુભાષિતો વગેરેના પ્રયોગથી તે રોચક બન્યું છે. આ કારણો જૈન સમાજમાં ઉત્તરાધ્યયન’ને હિન્દુઓની “ભગવદ્ગીતા તથા બૌદ્ધોના ધમ્મપદની જેમ મહત્ત્વપૂર્ણ રચના માનવામાં આવે છે.
ટીકા-સાહિત્ય : પાલિ-ત્રિપિટક ઉપર લખાયેલી અઢકથાની જેમ જેમ આગમ-સાહિત્ય પર પણ કાલાંતરે વિપુલ વ્યાખ્યા સાહિત્ય લખાયું હતું. “ઉત્તરાધ્યયન’નાં મહત્ત્વ અને લોકપ્રિયતાને કારણે તેના પર અપેક્ષાકૃત વધારે પ્રમાણમાં વ્યાખ્યાત્મક સાહિત્ય લખાયેલું છે. કથાનક, સરસ સંવાદ અને સલસ રચનાશૈલીને કારણે અંગ અને અંગબાહ્ય ગ્રંથોમાં તેની લોકપ્રિયતા સહુથી વધારે રહી છે. આના પરિણામે, કાલાંતરમાં ઉત્તરાધ્યયન ઉપર સહુથી વધારે ટીકા-ગ્રંથો લખાયા. કેટલાક મુખ્ય ટીકા-ગ્રંથો નીચે મુજબ છે :
૧ નિર્યુક્ટિઃ વ્યાખ્યાત્મક-સાહિત્યમાં નિયુક્તિનું સ્થાન સર્વોપરિ છે. નિર્યુક્તિનો અર્થ છે ઃ સૂત્રમાં નિબદ્ધ અર્થનું સયુક્તિક પ્રતિપાદન. “ઉત્તરાધ્યયન' ઉપર
૧ વિનામેવ મૂત્રાર્થના | : ? –રિષ યોગને
–ાર્વત્રિવૃત્તિ પૃષ્ઠ ૪. (ઉદ્ધત : પ્રા. સા. ઇ.). પૃષ્ઠ ૧૯૪ની પાદટિપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org