________________
જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'
૪૯
મહત્ત્વપૂર્ણ છે'. સંસ્કૃત-ટીકાઓમાં આ સહુથી વધુ મહત્ત્વપૂર્ણ છે. વચ્ચે વચ્ચે પ્રાકૃત કથાઓ પણ ઉદ્ધૃત કરવામાં આવી છે.
૪ સુખબોધા – ટીકા અથવા વૃત્તિ-શાંતિસૂરિની શિષ્ય-હિતા ટીકાના આધારે બૃહદ્ ગચ્છીય શ્રી નેમિચન્દ્રાચાર્યે (વિ.સં. ૧૧૨૯) મૂળ-ગ્રંથ ઉપર સંસ્કૃતગદ્યમાં સુખબોઘા-ટીકાની રચના કરી છે. તેમાં નિર્યુક્તિની ગાથાઓને પણ તે તે સ્થળે ઉદ્ધૃત કરવામા આવી છે. દીક્ષા પ્રાપ્ત કર્યા પહેલાં તેઓનું નામ દેવેન્દ્રગણિ હતું. સંસ્કૃતમાં મૂળ સૂત્રગ્રંથનું અધ્યયન કરનાર માટે આ ખૂબ જ ઉપયોગી ટીકા છે.
આ ઉપરાંત, સમય જતાં, અન્ય અનેક વિદ્વાનોએ ‘ઉત્તરાધ્યયન' ઉપર અનેક વ્યાખ્યાત્મક ટીકાઓ લખી છે. જેમકે-તપાગચ્છાચાર્ય દેવસુન્દરસૂરિના શિષ્ય જ્ઞાનસાગરસૂરિ (વિ.સં. ૧૪૪૧)ની ‘અવસૂરિ', મહિમરત્નના શિષ્ય વિનયહંસ (વિ.સં. ૧૫૬૭-૮૧)ની ‘વૃત્તિ’ સિદ્ધાન્તસૂરિના શિષ્ય કિર્તીવલ્લભગણિ (વિ.સં. ૧૫૫૨)ની ‘ટીકા’ ખરતરગચ્છીય જિનભદ્રસુરિના શિષ્ય કમલસંયમ ઉપાધ્યાય (વિ.સં. ૧૫૫૪)ની ‘વૃત્તિ’, તપોરત્નવાચક (વિ.સં. ૧૫૫૦)ની ‘લઘુવૃત્તિ’, મેરુતંગસૂરિના શિષ્ય માણિક્યશેખરસૂરિની ‘દીપિકા ટિકા', મહેશ્વરસૂરિના શિષ્ય અજિતદેવસૂરિ (વિ. સં. ૧૬૨૯)ની ‘ટીકા’, ગુણશેખરની ‘ચૂર્ણિ’, લક્ષ્મીવલ્લભ (વિ.સં. ૧૮મી સદી)ની ‘દીપિકા’, ભાવવિજયગણિ (વિ.સન. ૧૬૮૯)ની ‘વૃત્તિ’, હર્ષદનન્દનગણિ (વિ.સં. ૧૭૧૧)ની ‘ટીકા’, ધર્મમંદિર ઉપાધ્યાય (વિ .સં. ૧૭૫૦)ની ‘મકરન્દટીકા’, ઉદયસાગર (વિ.સં. ૧૫૪૬)ની ‘દીપિકા-ટીકા', હર્ષકુલ (વિ. સં. ૧૬૦૦)ની ‘દીપિકા', અમરદેવસૂરિની ‘ટીકા', શાન્તિભદ્રાચાર્યની ‘વૃત્તિ', મુનિચન્દ્રસૂરિની ટીકા,
૧ ઉ. શા. ભૂમિકા પૃ. પર-પ૩
૨ શાર્પેન્ટિયરે પણ આ ટીકાને ‘શિષ્ય-હિતા' ટીકા કરતાં વધારે ઉપયોગી ગોલ છે અને તેનો ઉપોગ તેમણે કર્યો છે.
--જુઓ - ઉ. શા. પ્રાક્કથન ૫. ૬ તથા ભૂમિકા પૃ. ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org