________________
૪૧૬
ઉત્તરાધ્યયન-સુત્ર : એક પરિશીલના
૫ વારુણી (શ્રેષ્ઠ મદિરા). આ ઉપરાંત અન્ય વિવિધ પ્રકારના આસવ (મદ્ય) પણ પ્રચલિત હતા. પરસોમાંના કેટલાકનો ઉલ્લેખ મળે છે અને તેનો અનુભવ મોટે ભાગે બધાને થયેલો હતો. તે રસો આ પદાર્થો હતા : શર્કરા, ખાંડ, દ્રાક્ષ, ખજુર, આમ્ર, તુવેર, લીંબુ, ત્રિકટુ, શેરડી, કટુ રોહિણી (ક્તનાશક ઓષધી), કપિત્થ વગેરે. આ ખાદ્ય અને પેય પદાર્થો ઉપરાંત ગ્રંથમાં કેટલીક કંદ-મૂળ વગેરે વનસ્પતિઓનો પણ ઉલ્લેખ મળે છે અને તેનો સામાન્ય રીતે આહારમાં ઉપયોગ થતો.
મનોરંજનનાં સાધન મનોરંજનનાં સાધનોમાં તે વખતે નૃત્ય, ગીત વાદ્ય વગેરે ઉપરાંત મૃગયા, ઘુતક્રીડા અને ઉદ્યાન-વિહાર વગેરેનો સમાવેશ થતો. તે વિશેની વિશેષ માહિતી નીચે મુજબ છે :
ક મૃગયા ? રાજા વગેરે પોતાનાં મનોરંજન માટે મૃગયા માટે જતા, તે સમયે રાજા અશ્વ ઉપર આરૂઢ થઈને જતો તથા તેની સાથે સેનાની ટૂકડી જતી. રાજા સંજય મૃગયા માટે જતી વખતે ચતુરંગિણી સેનાને પણ સાથે લઈ ગયો હતો.
ખ ધૂતક્રીડા : શિકારની જેમ ધૂતક્રીડા પણા ઋગ્લેદકાળમાં પણ ભારતમાં વિદ્યમાન હતી. મહાભારતનું યુદ્ધ ધૃતક્રીડાનું જ પરિણામ છે. ગ્રંથમાં અકામ
૧ એજન ૨ જુઓ - યા, પ્રકરણ ૨,ઉ. ૨૪. ૧૦-૧૩. ૧૫, ૧૯. ૫૯. ૩ જુઓ - વનસ્પતિ નીવ, પ્રકરણ ૧, ઉ. ૩૪. ૪, ૧૧, ૧૯, રર. ૪૫. ४ नामेणं संजओ नाम मिगव्वं उवणिग्गए
–૩. ૧૮, ૧. તથા જુઓ - ઉ. ૧૮. ર-૬. ૫ ઋવે, મારું ૨૦, સૂજી રૂ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org