________________
પ્રકરણ ૮ : ઉપસંહાર
૪૪૫
રક્ષા કરવાની ભાવના રહેલી હોય છે. સાધુ જે કંઈ નિયમ કે ઉપનિયમ સ્વીકારે છે તેનું ફળ સાક્ષાત્ કે પરંપરાથી કર્મ-નિર્જરા અથવા મુક્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છે. એટલી વિશેષતા છે કે કોઈ એક નિયમનું પાલન કરતાં અન્યસર્વે નિયમોનું પા પાલન કરવું જરૂરી બની જાય છે.
સાધુ જે અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોનું સૂક્ષ્મરૂપે પાલન કરે છે તેના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના નિહિત છે કારણ કે અહિંસા એટલે મન, વચન, કાયથી તથા કૃત-કારિત-અનુમોદનાથી કોઈને જરાય કષ્ટ ન દેવું તે. અસત્ય-ભાષણ, ચોરી, સ્ત્રી-સેવન અને ધનાદિ સંગ્રહમાં બનવા જોગ છે કે કોઈને કોઈ રૂપે હિંસાનો દોષ લાગે તેથી સત્યાદિ વ્રતોના લક્ષણોમાં પણ અહિંસાની ભાવનાને ધ્યાનમાં લેવામાં આવેલ છે. આ અહિંસાની પૂર્ણતા અપરિગ્રહ (વીતરાગતા)ની ભાવના ઉપર આધાર રાખે છે કારણકે બધી શભાશુભ પ્રવૃત્તિઓનું કારણ રાગ છે. રાગને વશ થઈ જીવ ધનાદિ-સંગ્રહ અને હિંસાદિમાં પ્રવૃત્ત થાય છે. તેથી સાધુને પોતાની અશુભાત્મક પ્રવૃત્તિને રોકવા માટે ગુપ્તિઓનો અને શુભ-વ્યાપારમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવા માટે સમિતિઓનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ આ પાંચ નૈતિક વ્રતોની રક્ષા કરતાં કરતાં આચરણ કરવું એ સાધુનો સદાચાર છે.
આમ જો કે સાધુનો સદાચાર પૂર્ણ થઈ જાય છે પરંતુ સેંકડો ભવોથી સંચિત પૂર્વબદ્ધ કર્મોને નષ્ટ કરવા માટે એક વિશેષ કર્તવ્ય-કર્મ કરવું પડે છે અને તેનું નામ છે : તપ, તપ કર્મોને નષ્ટ કરવા માટે એક પ્રકારનો અગ્નિ છે અને તે સાધુના સામાન્ય સદાચારથી પૃથક નથી કારણ કે તપમાં જે બાહ્ય અને આત્યંતરિક ક્રિયાઓનું પાલન કરવાનું કહેલ છે તે બધી ક્રિયાઓ સાધુએ દરરોજ કરવી પડે છે. તેથી એ બધી ક્રિયાઓના નિયમોનું પાલન કરવામાં દઢ આત્મસંયમથી વર્તવું પડે છે અને એ જ તપ કહેવાય છે. બાહ્ય અને અત્યંતરના ભેદથી તપના મુખ્ય બે પ્રકારો પડે છે. બંનેમાં પ્રધાનતા અત્યંતર તપની છે. આત્યંતર તપોમાં જ્ઞાનની પ્રાપ્તિ માટે મુખ્યરૂપે આત્મચિંતન કરવામાં આવે છે. તપ કરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org