________________
४४४
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
દેવત્વની સાથે મુક્તિપદનો પણ અધિકારી ગણવામાં આવ્યો છે. જો કે તે પૂર્ણ વીતરાગી પણ બન્યો નથી તથા પાંચ નૈતિક વ્રતોનું સૂક્ષ્મરૂપે પાલન પણ કરતો નથી. આનું કારણ બાહ્યશુદ્ધિ કરતાં આત્યંતરિક શુદ્ધિ વધારે મહત્ત્વની છે એ દર્શાવવાનું છે. તાત્પર્ય એ કે આત્યંતરિક શુદ્ધિરૂપ વીતરાગતા જેમ અને જ્યાં સંભવે ત્યાં તે રીતે આત્મવિકાસ કરતાં કરતાં સાધના કરવી કારણ કે બાહ્યલિંગાદિ તો માત્ર બાહ્યરૂપનો જ ખ્યાલ આપે છે અને તે કાર્યસાધક બનતાં નથી. તેથી ગૃહસ્થ હોવા છતાં પણ વ્યક્તિ આત્યંતરિક શુદ્ધિની દષ્ટિએ કેટલાક સમય માટે પૂર્ણ વીતરાગી પણ બની શકે છે. વાસ્તવમાં એવી વ્યક્તિ ગૃહસ્થ હોવા છતાં વીતરાગી સાધુ જ છે કારણ કે વીતરાગતામાં જ સાધુતા રહેલી છે. વીતરાગતા, આત્મવિકાસ અને જ્ઞાનાદિની સાધના ગૃહસ્થજીવન કરતાં ગૃહત્યાગ કરનાર સાધુના જીવનમાં વધારે સંભવે છે કારણ કે સાધુ સાંસારિક મોહમમતા વગેરેથી ઘણો દૂર હોય છે. તેથી ગ્રંથમાં એક સમયે મુક્ત થનાર જીવોની સંખ્યા-ગણનાના પ્રસંગે સાધુઓ કરતાં ગૃહસ્થોમાં તથા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વીતરાગતા વગેરેની યોગ્યતા ઓછી હોવાથી સાધુ કે પુરુષની સરખામણીમાં અનુક્રમે ગૃહસ્થ તથા સ્ત્રીની સંખ્યા ઓછી દર્શાવવામાં આવી
આ રીતે આત્મવિકાસ કરતાં કરતાં, મુક્તિનો સાધક ગૃહસ્થ-ધર્મની ચરમ અવસ્થામાં પહોંચી જ્યારે સૂક્ષ્મરૂપે અહિંસાદિ વ્રતોનું પાલન કરવા લાગે છે ત્યારે તે સાધ્વાચારમાં પ્રવેશે છે. તે પછી તે જ્ઞાન અને ચારિત્રની અધિક ઉન્નતિ માટે માતા-પિતા વગેરેની આજ્ઞા લઈ બધા પ્રકારના કોટુંબિક સ્નેહબંધનો તોડીને કોઈ ગુરુ પાસેથી અથવા ગુરુ ન મળે તો જાતે જ સાધુ-ધર્મનો સ્વીકાર કરે છે. આ સમયે તેણે પોતાનાં બધાં વસ્ત્રાભૂષણોનો ત્યાગ કરવો પડે છે અને મસ્તક તથા દાઢીના વાળને પણ ઉખેડી નાખવા પડે છે. તે પછી તે નિયમાનુકૂળ ભિક્ષા દ્વારા મળેલ વસ્ત્ર અને આહાર આદિનો ઉપભોગ કરીને એકાન્તમાં રહી આત્મચિંતન કરે છે. ભિક્ષાત્ર દ્વારા જીવન પસાર કરવાનું હોવાથી સાધુને ‘ભિક્ષુ' કહેવામાં આવે છે. આ ભિક્ષાત્ર વગેરેની પ્રાપ્તિ બાબતમાં નિયમો ઘણા જ કઠોર હોય છે અને તેના મૂળમાં અહિંસા આદિ પાંચ નૈતિક મહાવ્રતોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org