________________
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
જેમ કે : ઈન્દ્ર-નમિ સંવાદમાં પ્રવજ્યા સમયે ઉત્પન્ન થનાર અંતર્લેન્દ્રનું સમાધાન, હરિકેશી અને બ્રાહ્મણોના સંવાદમાં યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા, મૃગાપુત્ર અને તેના માતાપિતા વચ્ચે થયેલા સંવાદમાં સાધુના આચારનું પ્રતિપાદન. આવા બીજા કેટલાંય સંવાદસ્થળો છે જે ખૂબ જ સમયોચિત અને પ્રભાવોત્પાદક છે. જેમ કે : અનાથીમુનિ અને રાજા શ્રેણિક વચ્ચે થયેલ અનાથ-વિષયક સંવાદ ભૃગુપુરોહિત અને તેના બે પુત્રો વચ્ચે થયેલા આત્માના અસ્તિત્વ-વિષયક સંવાદ ભૃગુપુરોહિત અને તેની પત્ની કમલાવતી વચ્ચે થયેલ રાજાના કર્તવ્ય વિષયક સંવાદ, કેશિ અને ગૌતમ વચ્ચે થયેલ આધ્યાત્મિક સંવાદ.
આ બધી હકીકતોને કારણે, વિન્ટરનિઝિ, કાનજીભાઈ પટેલ વગેરે ઉત્તરાધ્યયનને શ્રમણ ધાર્મિક-કાવ્ય તરીકે સ્વીકારે છે. આ ઉપરાંત યાકોબી
૧
Above all the first Mula-sutra the Uttarijhayana or Uttaradhyansutra, as a religious poem is one of the most valuable portions of the canon. The work consisting of 36 sections, is a compilation of various texts, which belongs to various periods, the oldest nucleus consists of valuable poems--series of Gnomic aphorisms, parables and simles, dialogues and ballads--which belong to the ascetic poetry of ancient India and also have their parallels in Buddhist literature in part.
હિ. ઈ. લિ. પૃ. ૪૬૬ તથા જુઓ શ્રમણ -મે જૂન ૧૯૬૪, પૃ. ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org