________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સાદિમુક્તતા :
એવો કોઈ સમય ન હતો, નથી અને હશે નહિ કે જ્યારે કોઈ જીવ મોક્ષને પ્રાપ્ત ન કરતો હોય, આ ઉપરાંત, એ પણ નિશ્ચત છે કે કોઈ પણ જીવ અનાદિમુક્ત નથી કારણ કે મુક્તાવસ્થાની પહેલાં સંસારાવસ્થા અવશ્ય સ્વીકારવામાં આવી છે. ગ્રંથમાં એટલે મુક્ત જીવોને ઉત્પત્તિની અપેક્ષાએ ‘સાદિ’ તથા આ અવસ્થાનો ક્યારેય વિનાશ ન થતો હોવાથી ‘અનન્ત’ કહેવામાં આવે છે`. સમુદાયની અપેક્ષાએ મુક્ત જીવોની ઉત્પત્તિને તો અનાદિ કહેવામાં આવેલ છે. તેનું એ તાત્પર્ય નથી કે કેટલાક એવા પણ જીવ છે જે ક્યારેય સંસારી ન રહ્યા હોય, તેમ કહેવાનું તાત્પર્ય તો માત્ર એટલું જ છે કે ઘણા મુક્ત જીવ એવા પણ છે જેમની ઉત્પત્તિનો પ્રારંભિક કાળ દર્શાવી શકાતો નથી. આ અનાદિ કાળમાં મુક્ત જીવ ક્યારે ક્યાં હતા એ દર્શાવવું માનવની કલ્પનાથી પર છે તેથી તેમને અનાદિ કહેવામાં આવ્યા છે. પરંતુ તે બધા કોઈ સમવિશેષમાં જ મુક્ત થયા છે કારણ કે અનાદિ મુક્ત માનવાથી સૃષ્ટિકર્તા ઈશ્વરની પણ કલ્પના કરવી પડે પણ તે અભીષ્ટ નથી તે ઉપરાંત, મુક્ત જીવોને સર્વથા અનાદિ માનવાથી સ્વયંના ઉત્થાન અને પતનમાં વ્યક્તિના સ્વાતંત્ર્યના સિદ્ધાંતને પુષ્ટિ નહીં મળે..
૩૮૨
મુક્તાત્માઓનો નિવાસ :
મુક્તાત્માઓનો નિવાસ લોકના ઉપરના ભાગમાં માનવામાં આવ્યો છે. એ લોકાગ્રવર્તી ‘સિદ્ધશિલા'ના નામે પ્રસિદ્ધ છે. જીવ ઊર્ધ્વગમનના સ્વભાવવાળો છે અને તે ઊર્ધ્વગમન લોકાન્ત સુધી જ સંભવે છે કારણ કે અલોકમાં ગતિ આદિમાં સહાયક ધર્માદિ દ્રવ્યનો સદ્ભાવ સ્વીકારવામાં આવ્યો નથી. જો કે મુક્તાત્માઓ સર્વશક્તિ સંપન્ન હોવાથી ગતિમાં સહાયક ધર્માદિ દ્રવ્યોનો અભાવ
१ एगत्तेण साइया. ..પુત્તળ અળાયા ।
૨ એજન
૩ જુઓ - પૃ. ૫૬, પા. ટિ. ૩, પૃ. ૫૭, પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
૩. ૩૬. ૬૬.
www.jainelibrary.org