________________
૩૮૧
પ્રકરણ ૬: મુક્તિ મુક્તાત્માઓમાં ચેતના રહેતી હોવાથી તેમની દુઃખાભાવ અને સુખાભાવરૂપ પાષાણવત્ સ્થિતિ હોય એમ ન કહી શકાય. તેથી તેમને શાન્ત, શિવરૂપ અને સુખની અવસ્થાવાળા કહેવામાં આવ્યા છે. આ અવસ્થાનો ક્યારેય વિનાશ પણ થતો નથી તથા તેમાં ક્યારેય પરિવર્તન થતું નથી. તેથી આ અવસ્થાને અવિનશ્વર કહેવામાં આવે છે. અવિનશ્વર હોવા છતાં પણ સ્વાભાવિકરૂપે દ્રવ્યમાં થનાર ઉત્પાદ, ભય અને ધ્રોવ્યરૂપ પરિણમન તો થયા જ કરે છે કારણ કે એ તો દ્રવ્યનો સ્વભાવ છે જે પ્રત્યેક દ્રવ્યમાં હોય છે પરંતુ વૃદ્ધિ-હાસરૂપ અસમાનાકાર પરિણામન થતું નથી.
મુક્તોના એકત્રીશ ગુણો : ગ્રંથમાં ચરણવિધિ નામના એકત્રીશમા અધ્યયનમાં સિદ્ધ જીવોના એકત્રીશ અતિશય ગુણો દર્શાવવામાં આવેલ છે. પરંતુ ત્યાં તેમનાં નામો ગણાવવામાં આવ્યાં નથી. ટીકા ગ્રંથોમાં બે પ્રકારે તેની સંખ્યા ગણાવવામાં આવી છે જે પરથી પ્રતીત થાય છે કે આ બધા ગુણો અભાવાત્મક છે. મુક્તજીવ બધા પ્રકારના કર્મો તથા રૂપાદિથી રહિત હોય છે. તેથી પ્રથમ પ્રકારમાં અમૂર્તત્વની અપેક્ષાએ તથા દ્વિતીય પ્રકારમાં કર્માભાવની અપેક્ષાએ મુક્ત જીવોના ગુણાની ગણના કરવામાં આવી છે. આ બંને પ્રકારોમાં કોઈ ખાસ ફેર નથી કારણ કે મુક્ત જીવ બધાં પ્રકારનાં કર્મોથી તથા રૂપાદિથી રહિત હોય છે. કર્માદિથી રહિત હોવાને કારણે તેમના પુનર્જન્મ આદિ અંગે પણ પ્રશ્ન ઊભો થતો નથી.
૧ સિદ્ધાળગોળ................
-૩. ૩૧. ર૦ ૨ સિદ્ધોના એકત્રીશ ગુણોના બે પ્રકાર આ પ્રમાણે છે.
પ્રથમ પ્રકાર : પાંચ સંસ્થાનાભાવ, પાંચ વભાવ, બે ગંધાભાવ, પાંચ રસાભાવ, આઠ સ્પર્શાભાવ, ત્રણ વેદાભાવ (પુરુષ, સ્ત્રી અને નપુંસક લિંગથી રહિત), અકાયત્વ, અસંગત તથા અજન્મસ્વરૂપ. બીજો પ્રકાર : પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, બે વેદનીય, બે મોહનીય, ચાર આયુ, બે ગોત્ર, બે નામ તથા પાંચ અન્તરાય કર્માભાવરૂપ.
-એન ટીકાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org