________________
પરિશિષ્ટ ૧
કથા-સંવાદ
અત્યંત પ્રાચીન કાળથી જ કોઈ પણ વિષયને રોચક, પ્રેરણાદાયક અને પ્રભાવોત્પાદક બનાવવા માટે ઉપમા, દૃષ્ટાંત વગેરે અલંકારોના પ્રયોગ ઉપરાંત કથા અને સંવાદોનો પણ પ્રયોગ થતો રહ્યો છે. ઉપદેશાત્મક તથા ધાર્મિક ગ્રંથોમાં આવો પ્રયોગ નિતાંત જરૂરી પણ છે. પ્રાચીન જૈન આગમોમાં આ દૃષ્ટિએ ‘જ્ઞાતૃધર્મકથા’નું ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તે પછી બીજું સ્થાન ‘ઉત્તરાધ્યયન'નું છે'.
કથાઓનું વિભાજન સામાન્યરૂપે ચાર ભાગમાં કરવામાં આવે છે : જેમ કે ૧ અર્થકથા, ૨ કામકથા, ૩ ધર્મકથા અને ૪ સંકીર્ણકથાઅે. ઉત્તરાધ્યયનની કથાઓ ધર્મકથાના વિભાગમાં આવે છે કારણ કે ઉત્તરાધ્યયન એક ધાર્મિક કાવ્ય-ગ્રંથ છે અને તેમા ઉપમા, દૃષ્ટાંત, સંવાદ, કથા વગેરે દ્વારા ધર્મ અને વૈરાગ્યનું વિશેષ કરીને ઉપદેશાત્મક કથન થયેલ છે. તેની કથાઓ, ઉપદેશ અને સંવાદ, જાતક, મહાભારત વગેરેની કથાઓ આદિ સાથે ઘણી રીતે મળતાં આવે છે. ઉત્તરાધ્યયનની કથાઓ મૂળરૂપે સંક્ષિપ્ત અને સંકેતાત્મક છે અને તેમનો વિસ્તાર ટીકા-ગ્રંથોમાં પર્યાપ્ત રૂપે થયો છે. અહીં મૂળ ગ્રંથાનુસાર હૃદયસ્પર્શી તથા રોચક સંવાદો અને કથાઓ રજુ કરવામાં આવેલ છે. કેશિ-ગૌતમ સંવાદ :
ત્રેવીશમાં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશિકુમાર શ્રમણ અને ચોવીશમા તીર્થંકર ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ એ બંને એક ગામથી
૧ પ્રાકૃત સાહિત્યનો ઈતિહાસ પૃ. ૩૫૭
૨ એજન પૃ. ૩૬૦-૩૬૧
૩ ઉ. અધ્યયન ૨૩.
Jain Education International
૪૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org