________________
૧૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આચારોનું બીજ રૂપે વર્ણન કરવામાં આવેલ છે. તેનું અધ્યયન કરવાથી અન્ય સૂત્રગ્રંથો સમજવા સરળ થઈ જાય છે. આથી આ ગ્રંથોનું અધ્યયન અન્ય ગ્રંથો કરતાં પહેલાં કરવામાં આવતું. આ ગ્રંથો સરળ છે તથા નવદીક્ષિત સાધુઓ માટે પ્રારંભિક અભ્યાસાવસ્થામાં સિદ્ધાંત અને આચારનું જ્ઞાન આપવા માટે ઉપયોગી પણ છે. આમ “મૂળસૂત્ર'નું તાત્પર્ય એ છે કે તે નવદીક્ષિત સાધુઓને પ્રારંભિક અભ્યાસની અવસ્થામાં સાધુ જીવનના મૂળભૂત આચાર અને સિદ્ધાંતોનું સરળ રીતે સ્પષ્ટ જ્ઞાન આપે. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે આ “મૂલસૂત્રનો વિચાર અંગબાહ્ય ગ્રંથોની અપેક્ષાએ કરવામાં આવ્યો છે, કારણ કે અંગપ્રવિષ્ટ બધા ગ્રંથ ગણા-ધર પ્રણીત હોવાથી મૂલગ્રંથ જ છે. મૂલરૂપતા અને પ્રાચીનતાની દષ્ટિએ અંગબાહ્ય ગ્રંથોમાં ત્રણ જ મૂલસૂત્ર છે. બાકીની પિંડનિર્યુક્તિ આદિ રચનાઓ પોતાના મહત્ત્વને કારણે મૂલસૂત્રોમાં ગણાય છે.
ઉત્તરાધ્યયન-સૂત્રનો પરિચય ઉત્તરાધ્યયનમાં ૩૬ અધ્યયન (અધ્યાય) છે. તેમાં સામાન્ય રૂપે સાધુના આચાર અને તત્ત્વજ્ઞાનનું સરળ અને સુબોધ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. સમવાયાંગ સૂત્રના ૩૬મા સમવાયમાં ઉત્તરાધ્યયનના જે ૩૬ અધ્યયનોનાં નામ મળે છે તેના કરતાં વર્તમાન ઉત્તરાધ્યયનના અધ્યયનના નામોમાં ક્યાંક તફાવત પડે છે. નામોમાં સામાન્ય તફાવત દેખાય છે છતાં વિષયની દૃષ્ટિએ બીજું કોઈ અંતર જોવા મળતું નથી કારણ કે બંને પ્રકારના નામો સાથે વિષયગત
१ आयारस्स उ उवरि, उत्तरज्झयणा उ आसि पुव्वं तु । दसवैयालिय उवरि इयाणि किं ते न होति उ॥
-व्यवहारभाष्य उद्देशक 3, गाथा १७६ विशेश्चायं यथा-शय्यंभवं यावदेषक्रमः तदाड रतस्तु दशवैकालिकोत्तरकालं पठयन्त इति ।
-उ. बृहद्वृत्ति पत्र ५ ૨ ૩ત્તરાધ્યયન -નિ%િ અને સમવાયાં અનુસાર ઉત્તરાધ્યયનના નામાદિ વિષયનું સામ્ય અને વૈશમ્ય
અનસંધાન પછીના પાનાની પાદટિપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org