________________
પ્રકરણ ૨ : સંસાર
૧૬૭
લીધે નીલલેશ્યાવાળા જીવની ઓળખાણ મળી જાય છે. આ લેશ્યાનો ‘રંગ’ કાળા અશોકવૃક્ષ, ચાષ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ વૈદૂર્યમણિ (નીલમ)ની જેમ ભૂરો હોય છે. તેનો ‘રસ’ મરચાં સૂંઠ અને ગજપીપર કરતાં પણ અનેકગણો વધારે તીખો હોય છે. તેનાં ગંધ અને સ્પર્શ, કૃષ્ણલેશ્યા જેવાં જ હોય છે પણ તીવ્રતાની માત્રા જરા ઓછી હોય છે. તેની ઓછામાં ઓછી સામાન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સહિત દશ સાગરોપમ હોય છે. આ લેશ્યાવાળો જીવ નરક કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય છે.
૩. કાપોતલેશ્યા - આ લેશ્યાવાળો જીવ વક્ર બોલનાર, વક્ર આચરણ કરનાર, કપટી, પોતાના દોષને છુપાવનાર, સરળતા વગરનો, મિથ્યાદષ્ટિવાળો, જંગલી, બીજાના મર્મને દુઃખ દેનાર, ચોર અને અસૂયા કરનારો હોય છે. આ લેશ્યાનો ‘રંગ’ અળશીના ફુલ, કોયલના પગ અને કબુતરની ડોક જેવો ભૂખરો હોય છે. તેનો ‘રસ’ કાચી કેરી, તુવેર અને કપિત્થફળના રસ કરતાં પણ અનેક ગણો વધારે ખાટો હોય છે. તેની ‘ગંધ’ નીલલેશ્યા કરતાં તીવ્રતામાં કંઇક ઓછી હોય છે. તેનો ‘સ્પર્શ' પણ નીલલેશ્યા કરતાં તીવ્રતામાં જરા ઓછો તીવ્ર હોય છે. તેની સામાન્ય-સ્થિતિ ઓછામાં ઓછી અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સહિત ત્રણ સાગરોપમ હોય છે. આ લેશ્યાવાળો જીવ મરીને આચરણની તરતમતા અનુસાર નક કે તિર્યંચગતિ (દુર્ગતિ)માં જન્મ લે છે.
૪. તેજોલેશ્યા – આ લેશ્યાવાળો જીવ નમ્ર, અચપળ, અમાયાવી, કુતૂહલ વગરનો વિનીત, જિતેન્દ્રિય, સ્વાધ્યાયપ્રેમી, તપસ્વી, ધર્મપ્રેમી, પાપભીરુ, સર્વહિતેષી १. वंके वंकसमायारे नियडिले अणुज्जुए । पलिउंचगओवहिए मिच्छदिट्ठी अणारिए || उप्फालगदुट्ठवई य तेणे यावि या मच्छरी । एयजोगसमाउत्तो काऊलेसं तु परिणमे ॥
૧૩. ૩૪. ૨૫-૨૬.
તથા જુઓ - ૩. ૩૪, ૬, ૧૨, ૧૬, ૧૮, ૨૦, ૩૩, ૩૬, ૪૦-૪૧,
૫૦, ૫૬, ૫૮-૬૦.
3 नीयावित्ती अचवले अमाई अकुऊहले ।
विणीयविणए वंते जोगवं उवहाणवं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org