________________
૧૬૬
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ૧. કૃષ્ણલેશ્યાહિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, ધન-સંગ્રહ વગેરેમાં પ્રવૃત્ત ક્ષુદ્રબુદ્ધિ, નિર્દયી, નૃશંસ, અજિતેન્દ્રિય તથા વગર વિચાર્યું કામ કરનાર પુરુષ કૃષ્ણ લેશ્યાવાળો કહેવાય છે અથવા આવા આચરણમાં પ્રવૃત્તિ કરાવવી એ કુણાલેશ્યાનું સ્વરૂપ છે. આ વેશ્યાનો “રંગ', સજળ, વાદળ, મહિષ શૃંગ, કાજલ અને આંખની કીકી જેવો કાળો હોય છે. તેનો “રસ' કડવા લીમડા કે કટુરોહિણી (એક જાતની વનસ્પતિ)ના રસ કરતાં પણ અનેકગણો વધારે કડવો હોય છે. તેની “ગંધ” મરેલાં ગાય, શ્વાન કે સર્ષ કરતાં પણ વધારે અનેકગણી દુર્ગન્ધવાળી હોય છે. તેનો “સ્પર્શ કરવત, ગોજીભ, અને શાકપત્ર કરતાં પણ અનેકગણો વધારે કર્કશ હોય છે. તેની સામાન્ય સ્થિતિ (સમય) ઓછામાં ઓછું અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. આ વેશ્યાવાળો જીવ મરીને નરક કે તિર્યંચગતિમાં જન્મે છે. આ વેશ્યા સહુથી ખરાબ છે.
૨. નીલલેશ્યાઆ વેશ્યાવાળો જીવ ઇર્ષાળુ, દુરાગ્રહી, અસહિષ્ણુ, અતપસ્વી, મૂર્ખ, માયાવી, બેશરમી, દ્વેષી, રસલોલુપ, શઠ, પ્રમાદી, સ્વાર્થી, કાર્યનો માત્ર આરંભ કરનાર, ક્ષુદ્ર અને સાહસિક હોય છે અર્થાત્ આ ગુણોને
१ पंचासवप्पवत्तो तीहिं अगुत्तो छसुं अविरओ य ।
तिव्वारंभपरिणओ खुद्दो साहसिओ नरो ॥ निद्धंसपरिणामो निस्संसो अजिइंदिओ। एयजोगसमाउत्तो किण्हलेसं तु परिणमे ।।
–૩. ૩૪. ૨૧-રર. તથા જુઓ – ઉ. ૩૪. ૪, ૧૦, ૧૬, ૮, ૨૦, ૩૩-૩૪, ૪૩, ૪૫,
પ૬, ૫૮-૬૦. २ इस्सा अमरिस अतवो अविज्जमाया अहीरिया । गेही पओसे य सढे पमत्ते रसलोलुए सायगवेसए य ॥ आरंभाओ अविरओ खुद्दो साहस्सिओ नरो । एयजोगसमाउत्तो नीललेसं तु परिणमे ॥
–૩. ૩૪. ૨૩-૨૪. તથા જુઓ - ઉ. ૩૪. ૫, ૧૧, ૧૬, ૧૮, ૨૦, ૩૩, ૩૫, ૪૨, ૪૬, પ૬, ૫૮-૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org