________________
ર૧૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
ઉપર્યુક્ત બધા ગુણોનો એકત્ર સમાવેશ કરતાં સંક્ષેપમાં ગ્રંથમાં વિનીત શિષ્યનું સ્વરૂપ આ રીતે દર્શાવવામાં આવ્યું છે. “ગુરુની આજ્ઞાનું પાલન કરનાર, તેની સમીપમાં રહેનાર તથા તેના મનોગત ભાવો અથવા કામચેષ્ટા (ઈશારા)ને જાણનાર, વિનયી કહેવાય છે' અર્થાત્ ગુરુના મનોગત ભાવોને જાણીને નમ્રભાવે સદાચારમાં પ્રવૃત્ત રહી અધ્યયન કરનાર શિષ્ય વિનયી કહેવાય છે.
અવિનીત વિદ્યાર્થીના દોષ ઃ જે વિનીત શિષ્યના ગુણોથી રહિત હોય તેને અવિનયી' કહેવામાં આવે છે. તેથી ગ્રંથમાં અવિનયી શિષ્યનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે – “ગુરુની આજ્ઞાનુસાર ન ચાલનાર, તેની સમીપમાં ન રહેનાર, વિપરીત આચરણ કરનાર તથા વિવેકહીન (જાગત ન રહેનાર) અવિનયી ગણાય છે.” અથાત્ ગુરુના હૃગત ભાવોને ન જાણનાર તેનાથી વિપરીત આચરણ કરનાર તથા સ્વચ્છન્દી વિચરણ કરનાર શિષ્યને અવિનીત કહેવામાં આવે છે. બહુશ્રુત અધ્યયનમાં અવિનીત શિષ્યના ચૌદ દુર્ગુણ ગણાવવામાં આવ્યા છે.
૧. વારે વારે ગુસ્સો કરવો. ૨. ક્રોધને લાંબો સમય ટકાવવો. ૩. મિત્રતાનો ત્યાગ કરવો. ૪. પોતાના જ્ઞાનનું અભિમાન કરવું. પ. બીજાની ખામીઓ શોધવી અને પોતાની છપાવવી. ૬ મિત્રો ઉપર ક્રોધ કરવો. ૭. પ્રિય મિત્રની પરોક્ષમાં નિંદા કરવી. ૮, અસંબદ્ધ તથા અધિક પ્રમાણમાં બોલવું. ૯. દ્રોહ
१ आणानिद्देसकरे गुरूणमुववायकारए ।
इंगियागारसंपने से विणीए त्ति वुच्चई ।।
-૩. ૧. ૨.
२ आणाऽनिद्देसकरे गुरूणमणूववायकारेए ।
अडिणीए असंबुद्धे सेविणीए त्ति वुच्चई ।।
–૩. ૧. ૩.
3 अह चउद्दसहि ठाणेहिं वट्टमाणे उ संजए ।
अविणीए वुच्चई सो उ निव्वाणं च न गच्छइ ॥
पइन्नवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे । असंविभागी अवियत्ते अविणीए त्ति वच्चई ।।
–૩. ૧૧. ૬-૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org