________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૦૧
શરીર તો પુદગલનું જ છે. પૃથ્વી આદિમાં જીવોનું અસ્તિત્વ હોવાથી મહાભારતમાં પણ સંસારને અનેક જીવોથી ભરેલો દર્શાવવામાં આવેલ છે.
ત્રસ જીવઃ બે ઈન્દ્રિયોથી માંડી પાંચ ઈન્દ્રિયોવાળા જીવને ત્રસ જીવ કહેવામાં આવે છે. તેને જ ગ્રન્થમાં પ્રધાન-ત્રસ કહેવામાં આવેલ છે. તેના પ્રથમ તો દ્વિ-ઇન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં સ્થાવર જીવોની જેમ “સૂક્ષ્મ સૂક્ષ્મ નામનો પ્રકાર...આકાશમાં (નાના) હોઈ શકે છે પરંતુ, એટલા સૂક્ષ્મ નથી કે જે દિવાલ વગેરેથી પણ રોકાય નહિ. માટે ગ્રન્થમાં દ્વિન્દ્રિયાદિ જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રથમ પ્રકાર પાડવામાં આવ્યા છે. પરંતુ, પંચેન્દ્રિય જીવોની બાબતમાં એવા ભેદ દર્શાવનારી કોઈ ગાથા મળતી નથી. ક્રિક્રિયાદિ ત્રસ જીવોના ભેદો નીચે પ્રમાણે છે:
૧. દ્વિત્રિય જીવ-જે સ્પર્શ અને રસના એ બે ઈન્દ્રિયોથી યુક્ત છે તે દ્વીન્દ્રિય જીવ કહેવાય છે. જેમકે : કૃમિ (વિષ્ટા આદિ અપવિત્ર જગાએ ઉત્પન્ન થનાર), સુમંગલ, અલસ (એ વર્ષા ઋતુમાં ઉત્પન્ન થાય છે), માતૃવાહક
१ उदके बहवः प्राणा: पृथिव्यां च फलेषु च ।
न च कश्चित्र तान् हन्ति किमन्यत् प्राणयापनात् । सूक्ष्मयोनीनि भूतानि तर्कगम्यानि कानिचित् । पक्ष्मणोऽपि निपातेन येषां स्यात् एकन्धपर्ययः ।।
-મહાભારત, શાન્તિપર્વ, ૧૫. રપ-ર૬. ૨ જુઓ – પૃ. ૯૩. પા. ટિ. ૧. 3 वेइंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया । पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ।।
–૩. ૩૬. ૬ર૭. આ રીતે ત્રીક્રિયાદિ માટે જુઓ ઉ. ૩૬. ૧૩૬, ૧૪૫ તથા અ. ટી.
પૃ. ૧૭૧૭. ४ किमिणो सोमंगला चेव...णेगहा एवमायओ।
–૩. ૩૬. ૨૨૮૧૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org