________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ.
૪૩૩
વર જાન સાથે કન્યાના ઘરે જતો પણ દરેક વિવાહ સંબંધે વર જાન લઈ કન્યાના ઘરે જાય છે એમ ન પણ બનતું. તેથી રાજીમતીના પિતા ઉગ્રસેન કેશવને જાન લઈ આવવાનું જણાવે છે. વર જ્યારે જાન સાથે પ્રસ્થાન કરતો ત્યારે તેને અનેક પ્રકારના ઘરેણાં પહેરાવી શણગારવામાં આવતો તથા દેશ અને કુળની પરંપરા અનુસાર કોતક મંગળ આદિ કાર્ય પણ કરવામાં આવતાં. કેટલીક કન્યાઓ રાજાઓને ભેટ તરીકે પણ આપવામાં આવતી. વેપાર માટે વિદેશ ગયેલા વૈશ્યપુત્ર ક્યારેક વિદેશમાં જ વિવાહ કરી લેતા તથા કેટલોક સમય ઘરજમાઈ તરીકે રહી પોતાને ઘરે પાછા ફરતા. તે સમયે બહુપત્નીવ્રતની પ્રથા પણ હતી. ક્યારેક પુત્ર માટે ક્યાંકથી સુંદર કન્યા પિતા પણ લઈ આવતો. આવા સંબંધ ખરીદીને લાવેલ, ભેટરૂપે આપવામાં આવેલ, અથવા બળજબરીથી છીનવી લાવેલ કન્યાઓ સાથે થતા. તત્કાલીન જૈન આગમગ્રંથોમાં ધન દઈ કન્યાઓને ખરીદવાના ઉલ્લેખો મળે છે. ક્યારેક ક્યારેક વિવાહ-સંબંધ દેવની પ્રેરણા વગેરે દ્વારા પણ બાંધવામાં આવતા હશે. આમ
સ્ત્રી અને પુરુષને એક બંધનમાં બાંધવા માટે કોઈ એક નક્કી રિવાજ ન હતો પરંતુ યથાસુવિધા આ સંબંધો બંધાતા.
પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેનો દાહ-સંસ્કાર કરવાનો રિવાજ હતો. દાહ-સંસ્કાર મોટે ભાગે પુત્ર કે પિતા દ્વારા થતો. તે પછી કેટલાક દિવસો તેના બધા સંબંધીઓ શોક કરી પોતપોતાના કાર્યોમાં યથાસ્થાન પરોવાઈ જતા.
જીવિકા-નિર્વાહ તથા યુદ્ધ આદિમાં ઉપયોગ માટે પશુ-પક્ષીઓનું પાલન કરવામાં આવતું. પશુઓમાં હાથી, ઘોડા, ગાય, બકરાં, વગેરે મુખ્ય હતા. ખાન-પાનમાં ઘી, દૂધ, ફળ, અન્ન,માંસ-મદિરા વગેરેનો સામાન્ય-રિવાજ હતો. બકરાનું માંસ શોખથી પ્રેમપૂર્વક ખવાતું. તેથી “એલય” અધ્યયનમાં “કર્કર એવો અવાજ કરતાં કરતાં બકરાના માંસભક્ષા અંગેના ઉદાહરણો આપવામાં આવેલ
૧ જુઓ - જે. ભા. સ., પૃ. ૨૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org