________________
૨૩૬
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન
ગૃહસ્થ માતા-પિતા વગેરે પરિવારની સાથે પોતાનાં ઘરમાં રહે છે, સાધુઓની ભોજન પાન વગેરેથી સેવા કરે છે અને સ્થૂળરૂપે અહિંસાદિ ધાર્મિક નિયમોનું પાલન કરે છે. તેથી તેને ગ્રંથમાં ગૃહસ્થ, સાગાર, ઉપાસક, શ્રાવક, અસંયત આદિ શબ્દોથી સંબોધિત કરવામાં આવેલ છે.
ગૃહસ્થની જે અગિયાર પ્રતિમાઓનો ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે તેમાં ગૃહસ્થના આચાર-સંબંધી ઉપવાસ, દયા, દાન વગેરે બધાં વ્રતનો સમાવેશ થઈ જાય છે. ટીકા ગ્રંથો તથા ગૃહસ્થાચારના પ્રતિપાદક ગ્રંથોને જોવાથી માલૂમ પડે છે કે ગૃહસ્થ આ અગિયાર પ્રતિમાઓ (નિયમો)ને ક્રમશ: ધારણા કરતાં કરતાં આગળ વધે છે. આગળ-આગળની પ્રતિમાને ધારણ કરનાર ગૃહસ્થ પાછલી પ્રતિમાઓના બધા નિયમોનું પાલન કરતાં કરતાં સાધ્વાચાર તરફ ધપવાનો નિરંતર પ્રયત્ન કરી રહે છે. દિગંબર-પરંપરામાં પણ આ પ્રકારની ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ ગણાવવામાં આવી છે. જો કે તેના
૧ જુઓ પૃ. ર૩૫, પા. ટિ. ર-૩, ઉ. ર૧. ૧-૨, ૫; ર૬. ૪૫. ૨ ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ આ પ્રમાણે છે : ૧ દર્શન : જિનોદિષ્ટ તત્ત્વોમાં વિશ્વાસ. ૨ વ્રત : અહિંસાદિ બાર વ્રતોનું પાલન કરવામાં પ્રયત્નશીલ થવું. તે અહિંસાદિ બાર વ્રત આ પ્રમાણે છે : ધૂળ રૂપે અહિંસાનું પાલન કરવું, સત્ય બોલવું, ચોરી ન કરવી, પરસ્ત્રીસેવન ન કરવું, ધન વગેરેનો અધિક સંગ્રહ ન કરવો, ચારેય દિશામાં ગમનાગમન સંબંધી સીમા નિર્ધારિત કરવી, ભોગ્ય અને ઉપભોગ્ય વસ્તુઓના સેવનની મર્યાદા બાંધવી, સર્વદા અનુપયોગી વસ્તુઓ તથા ક્રિયાઓનો ત્યાગ કરવો, પ્રાત: સાયં તથા મધ્યાહન સમયે આત્મગુણોનું ચિંતન કરતા રહી સમતાભાવમાં સ્થિર થવું (સામાયિક), દેશ તથા નગરમાં પરિભ્રમણની સીમા નક્કી કરવી, માસમાં બે વાર કે ઓછામાં ઓછું એક વાર ઉપવાસ કરવો (પ્રોષધ) અને આગન્તુક દીનદુઃખી કે સાધુ વગેરેની પોતાની શક્તિ અનુસાર દાનાદિથી સેવા કરવી. આમાંથી પ્રથમ પાંચને અવ્રત કહેવાય છે કારણ કે તેમાં અહિંસાદિ પાંચ મહાવ્રતોનું ધૂળ રૂપે પાલન કરવાનું હોય છે. આત્મવિકાસ માટે મૂળભૂત તથા ગુણરૂપ હોવાથી શ્વેતાંબર પરંપરામાં તેને “મૂલગુણા' કહેવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org