________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૫૫
ધારણા કરતા હતા (સ્થવિર કલ્પી અથવા શ્વેતાંબર) અને બીજા એવા કે જે વસ્ત્રથી રહિત રહેતા હતા (જિન કલ્પી અથવા દિગંબર)".એવી સ્થિતિમાં જ વસ્ત્ર રહિત કે વસ્ત્ર સહિત એવી ઉભય અવસ્થાઓમાં આ પરીષહ સંભવે છે.
૭ અરતિ પરીષહજય : રામાનુગ્રામ વિચરણ કરતી વખતે સાધુ સાધુવૃત્તિને લીધે ઉદાસ થાય એ શક્ય છે. તેથી આવી ઉદાસી ન થવા દેવી તથા ધર્મનું પાલન કર્યા કરવું એ અરતિ પરીષહજય છે. આમ અરતિ એટલે સાધુવૃત્તિમાં અરૂચિ થવી અને તે અરૂચિને ઉત્પન્ન ન થવા દેવી એ અરતિ પરીષહજય કહેવાય છે.
૮ સ્ત્રી પરીષહજય : સ્ત્રી વગેરેને જોઈ કામવિલ્વલ ન થવું એ સ્ત્રી પરીષહજય કહેવાય. અહીં “સ્ત્રી' શબ્દ કામવાસનાનું ઉપલક્ષણ છે. તેથી પુરુષને જોઈ સાધ્વીનું કામવિલ્વલ ન થવું એ પણ સ્ત્રી પરીષહજય છે. રથનેમી રાજીમતીને એકાંતમાં નગ્ન જોઇને તથા સ્ત્રી પરીષહથી પરાજિત થઇ જ્યારે કામવિલ્વલ થઈ જાય છે ત્યારે રામતી તેને સદુપદેશ દ્વારા સન્માર્ગે સ્થિર કરે છે. તે પછી બંને સંયમમાં સ્થિત થઈ સ્ત્રી પરીસહજય કરે છે.
૯ ચર્યા પરીષહજય : અહીં ચર્યા એટલે ગમન. તેથી કોઈ ગૃહસ્થ કે ગૃહાદિમાં આસક્તિ ન કરતાં પ્રામાનુગ્રામ વિચરણ કરતી વખતે ઉત્પન્ન થતાં બધાં પ્રકારનાં કષ્ટોને સહેવાં એ ચર્યા પરીષહજય છે. ૧૦ નૈષધિથી પરીષહજય : સ્મશાન, શૂન્યગૃહ, વૃક્ષમૂળ વગેરે સ્થાનોમાં
૧ ફુટ્ય સ્થવિરન્ધિમત્રત્યાર્નપરીષદ ડા:......
–એજન નેમિચંદ્રવૃત્તિ પૃ. ર. ૨ ૩. ૨. ૧૪-૧૫. 3 संगो एस मणुस्साणं जाओ लोगम्मि इथिओ । जस्स एया परित्राया सुकडं तस्स सामण्णं ॥
–૩. ૨, ૧૬. તથા જુઓ ઉ. ૨. ૧૭. ૪ ૩. ર૧. ૨૧. ૫ ૩. ૨. ૧૮-૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org