________________
૩૫૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કષ્ટ લાગવા માંડે તો શીત નિવારક સ્થાન અને વસ્ત્રાદિ ન હોય તો પણ અગ્નિ આદિના સેવનનું ચિંતન ન કરતાં તજ્જન્ય કષ્ટને સહન કરવું એ શીત પરીષહજય છે.
૪ ઉણપરીષહજય : તેને આતપ (ધૂપ) પરીષહજય પણ કહેવામાં આવે છે. ગર્મી અથવા અગ્નિથી અત્યંત તાપ લાગે તો પણ સ્નાન કરવું, મુખે પાણી છાંટવું, પંખો વીંઝવો વગેરે પરિતાપ-નિવારક ઉપાયો દ્વારા શાંતિની અભિલાષા ન કરવી એ ઉષ્ણ પરીષહજય છે.
૫ દંશમશક પરીષહજય દંશમશક આદિ (સર્પ, વીંછી, મચ્છર) જંતુઓ ડંખે તો પણા સંગ્રામમાં આગળ રહેનાર હાથીની જેમ અડગ રહેવું અને તે રુધિરમાંસ ખાનારાઓને દ્વેષ-બુદ્ધિથી હટાવવાં પણ નહિ અને પીડિત પણ ન કરવાં એ દંશમશક-પરીષય કહેવાય છે.
૬ અચેલ પરીષહજય : વસ્ત્રરહિત અથવા અલ્પ વસ્ત્રસહિત થઈ જતાં કોઈ પ્રકારની ચિંતા ન કરવી એ અચેલ પરીષહજ કહેવાય છે. અહીં વસ્ત્રસાહિત અને વસ્ત્રરહિત એ બંને અવસ્થાઓમાં અચેલ પરીષહ દર્શાવેલ છે. એ પરથી પ્રતીત થાય છે કે સાધુ બે પ્રકારના હતા. એક એવા કે જે વસ્ત્ર
१ चरंतं विरयं लूहं सीयं फुसइ एगया ।
अहं तु अग्गि सेवामि इह भिक्खू न चिंतए ।
૩. ૨. ૬-૭.
२ प्रिंसु वा परियावेणं सायं नो परिदेवए ।
–૩. ૨૮.
તથા જુઓ - ઉ. ૧૯. ૩૨. 3 पुट्ठो य दंसमसएहि समरे व महामुणी ।
-૩. ૨. ૧૦.
તથા જુઓ - ઉ. ૨. ૧૧, ૧૯. ૩૨. ૪ જુઓ – પૃ.૩૨, પા. ટિ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org