________________
જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર'
મૂલસૂત્ર : સામાન્ય રીતે મૂલસૂત્રોની સંખ્યા ચારની માનવામાં આવે છે, પરંતુ, કેટલાક વિદ્વાનો ઉત્તરાધ્યયન, આવશ્યક અને દશવૈકાલિક એ ત્રણને મૂલસૂત્રમાં ગો છે. વિન્ટરનિષ્ઠ આદિ વિદ્વાનો ચોથા મૂલસૂત્ર તરીકે પિંડનિર્યુક્તિને માને છે. પરંતુ, કેટલાક દશવૈકાલિક અને પિંડનિર્યુક્તિને બદલે ઓઘનિર્યુક્તિ અને પાકિસૂત્રને મૂલસૂત્ર માને છે તથા કેટલાક પિંડનિયુક્તિ અને ઓશનિયુક્તિને છેદસૂત્ર પણ ગણે છે. સ્થાનકવાસી (શ્વેતાંબર) દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદી અને અનુયોગદ્વાર એ ચારને મૂલસૂત્ર માને છે. પરંતુ, ૮૪ આગમ માનનારાઓ આવશ્યકની સાથે પાંચ મૂલસૂત્રને માને છે. પ્રો કાપડિયાએ દશવૈકાલિકની બે ચૂલિકાઓને પણ મૂલસૂત્ર તરીકે ગણાવી છે. આમ મૂલસૂત્રોની સંખ્યા અને નામોમાં પર્યાપ્ત અંતર જોવા મળે છે. છતાં, ઉત્તરાધ્યયનને મૂલસૂત્ર માનવામાં કોઈને સંદેહ પડ્યો નથી તથા ક્રમમાં અંતર હોવા છતાં મોટા ભાગના વિદ્વાનો ઉત્તરાધ્યનને પ્રથમ મૂલસૂત્ર માને છે. ૧ જે. સા. બુ. ઇ. ભાગ ૨, પૃ. ૧૪૩-૧૪૪ ૨ હિ. ઇ. લિ. ભાગ ૨, પૃ. ૪ર૬, જે. સા. બુ. ઈ. ભાગ-૧, પ્રસ્તાવના પૃ. ૨૮. ૩ હિ. ઈ. લિ. ભાગ-૨, પૃ. ૪૩૦. ૪ પ્રા, સા. ઇ. પૃ. ૩૩ પાદટિપ્પણ ૫ હિ. ઇ. લિ. જે. પૃ. ૪૮ ૬ મૂલસૂત્રોની સંખ્યા અને ક્રમની બાબતમાં વિભિન્ન મતો નીચે મુજબ છે: વિદ્વાન સંખ્યા
ક્રમ ૧. ભાવપ્રભસૂરિ
ઉત્તરાધ્યયન, આવશ્યક, પિડનિર્યુક્તિ,
ઓઘનિર્યુક્તિ તથા દશવૈકાલિક ૨ સમયસુંદર
૪ દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ
અને ઉત્તરાધ્યયન ઉદ્ભૂતદ. 3. ભૂમિકા
૪
૩ સ્થાનકવાસી તથા
તેરાપંથી શ્વેતામ્બર ૪ કેટલાક મૂર્તિપૂજક
શ્વેતામ્બર
૫
ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નંદી અને અનુયોગદ્વાર ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આવશ્યક, નંદી, અનુયોગદ્વાર
અનુસંધાન પછીના પૃષ્ઠ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org