________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
દિગમ્બર સંપ્રદાયમાં આ પ્રકારનું વિભાજન જોવા મળતું નથી. તેમાં મૂળભૂત રીતે અંગ અને અંગબાહ્ય એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. પછીથી અંગના ૧૨ અને અંગબાહ્યના ૧૪ ભેદ પાડવામાં આવેલા છે. આમ દિગંબર સંપ્રદાયમાં ર૬ આગમોને માન્ય ગણ્યાં છે. પરંતુ, એમનું માનવું છે કે દૃષ્ટિવાદ નામના અંગવિશેષને આધારે લખાયેલ “પખંડાગમ” અને “કષાય-પ્રાભૃત” સિવાયના બાકીના અંગ અને અંગબાહ્ય વિચ્છિન્ન થઈ ગયા છે; જ્યારે શ્વેતામ્બર પરંપરા અનુસાર દૃષ્ટિવાદનો વિચ્છેદ થયો છે અને શેષ આગમ અવિચ્છિન્ન છે. દિગમ્બર-પરંપરામાં અંગબાહ્યનાં જે ૧૪ ભેદો છે તે નીચે મુજબ છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વન્દના, ૪. પ્રતિક્રમણ, ૫. વૈનાયિક, ૬. કૃતિકર્મ, ૭. દશવૈકાલિક, ૮. ઉત્તરાધ્યયન, ૯. કલ્પવ્યવહાર, ૧૦. કલ્યાકલ્પ, ૧૧. મહાકલ્પ, ૧ર. પુંડરીક, ૧૩. મહાપુંડરીક, ૧૪. નિષિદ્વિકા.
આમાં શરૂઆતના છ ભેદો ક્રમશઃ છ આવશ્યકરૂપ છે તથા અંતના છ ભેદોનો સમાવેશ શ્વેતાંબર સંમત કલ્પ, વ્યવહાર અને નિશીથ નામના છેદસૂત્રોમાં થાય એમ માનવામાં આવે છે. બાકીનાં બે એટલે કે દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન એ મહત્ત્વપૂર્ણ મૂલસૂત્ર છે.
આમ, વર્તમાનકાલીન પ્રચલિત પરંપરામાં ઉત્તરાધ્યયનને અંગબાહ્ય મૂલસૂત્રના ભેદોમાં ગણવામાં આવે છે. પરંતુ, ઉત્તરાધ્યયનને મૂલસૂત્ર કેમ કહેવામાં આવે છે ? આ બાબતનો વિચાર કરતાં પહેલાં મૂલસૂત્રો પ્રત્યે દષ્ટિપાત કરવો જરૂરી
૧ ધવલાટીકા-પખંડાગ, પુસ્તક ૧. પૃ. ૯૬
ગો. જી. ગાથા ૩૬૬-૪૬૭. ૨ આ બંને ગ્રન્થ અંગના ૧ર ભેદોમાંથી દષ્ટિવાદમાં સમાવેશ પામે છે.
જુઓ : ષખંડાગમ ભૂમિકા પૃ. ૭૧. ૩ જુઓ : ભા. સં. જે. યો. પૃ. ૫૪
જે. સા. ઇ. પૂ. મૃ. ૬૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org