________________
પ્રકરણ ૨ ઃ સંસાર
૧૩પ
તેનાથી જીવ વિષયભોગોને ભોગવે છે જેથી શરીરની શક્તિ નષ્ટ થાય છે અને તે અકાળ મરણને પામે છે. આ હકીકતનું વર્ણન ગ્રંથમાં ખૂબ વિસ્તારથી કરવામાં આવ્યું છે. જેમ કે : ચક્ષુ-ઈન્દ્રિયના વિષય રૂ૫, શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ, ધ્રાણેન્દ્રિયના વિષય ગંધ, રસનેન્દ્રિયના વિષય રસ, સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શ અને મનના વિષય ભાવરૂપ રાગદ્વેષથી પ્રેરિત થઈ જીવ તેની ઉત્પત્તિ તથા તેના રક્ષણામાં અનેક પ્રકારની હિંસા આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત રહે છે અને તેને ભોગવવાના સમયે પણ સંતોષ પ્રાપ્ત ન કરતાં અસમયે મૃત્યુને પામે છે, જેમ કે - રૂપ (પ્રકાશ)માં અત્યંત આસક્ત પતંગિયું, શબ્દમાં આસક્ત હરણ, ઔષધિની ગંધમાં આસક્ત સર્પ, રસમાં આસક્ત માછલું, શીતલજળના સ્પર્શમાં આસક્ત ભેંશ-મગર અને કામોપભોગમાં આસક્ત હાથી, આ રીતે દ્વેષ કરનારો પણા પોતાના ભાવોને કલુષિત કરીને દુઃખી થાય છે. આમ, ગ્રંથમાં પૃથકપૃથક ઈન્દ્રિયની વિષયાસક્તિનું ફળ અકાલમરણ દર્શાવવામાં આવ્યું છે. તો પછી સર્વ ઈન્દ્રિયના વિષયો પ્રત્યેની આસક્તિનું ફળ તો કેટલું ભયાવહ હશે ? માટે ઈન્દ્રિયોને ચોરૂપ કહેવામાં આવેલ છે. બીજી રીતે જોઈએ તો આ ઈન્દ્રિયો જ્ઞાનાદિની પ્રાપ્તિમાં મદદરૂપ પણ થાય છે.
આ જ રીતે, જે પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે અને જે ભોગવવામાં સુખરૂપ લાગે છે એવાં નૃત્ય, ગીત, આભૂષણ, નારીજનનો સમૂહ વગેરે પણ વાસ્તવિક રીતે પલકભરનું સુખ આપતાં નથી. આ બધાં ગળફામાં ફસાયેલી માખીની જેમ કર્મ-જાળમાં બાંધનારા છે. આવી સ્થિતિમાં પાંજરામાં રહેલ પક્ષી
૧ ૩. ૩૨. રર-૧૯. २ सव्वभवेसु अस्साया वेयणा वेदिता मए ।
निमिसंतरमित्तंपि जे साया नत्थि वेयणा ।।
–૩. ૧૯. ૧૫.
તથા જુઓ - ઉ. ૭, ૮, ૧૪-૨૧, ૪૧ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org