________________
૧૬૨
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન શકાય જેમકે-ફળ વગેરે), ઉપભોગ (જે વસ્તુ અનેકવાર ઉપયોગમાં લાવી શકાય જેમકે સ્ત્રી, વસ્ત્ર વગેરે) અને શક્તિ માટે દાનાદિ કરવાની અભિલાષા વગેરે હોય છતાં પણ દાનાદિ ન કરી શકાય એ અંતરાય કર્મનો પ્રભાવ છે.
આ રીતે આઠ પ્રકારનાં મૂળ કર્મોનું તથા તેના પેટા પ્રકારોનું ગ્રંથાનુસારી વર્ણન કરવામાં આવ્યું. દિગંબર અને શ્વેતાંબર કર્મગ્રંથોમાં જો કે મૂળ કર્મના આઠ પ્રકારોમાં કોઈ તફાવત નથી તથાપિ તેના અવાજોર ભેદોના વિભાજન અને સ્વરૂપમાં થોડું અંતર અવશ્ય જોવા મળે છે. આ ઉપરાંત, કર્મ-સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા ગ્રંથોમાં મૂળ આઠ કર્મોના સ્વરૂપને સમજાવવા માટે દષ્ટાન્તો તથા ક્રમ નિર્ધારણ માટેના તર્ક આપવામાં આવેલ છે.
કર્મોનાં સંખ્યા, ક્ષેત્ર, સ્થિતિ-કાળ વગેરે
આ બંધ કરનારાં કર્મોના કર્મ-પરમાણુઓની સંખ્યા સંસારી અને મુક્ત બધા જીવોની સંખ્યા કરતાં અનંત છે. હીન અને ક્યારેય મુક્ત ન થનાર અભવ્ય જીવો (ગ્રંથિકસત્વાતીત) કરતાં અનેક ગણી વધારે દર્શાવવામાં આવી
૧ જુઓ – “કર્મપ્રકૃતિ', પ્રસ્તાવના પૃ. ૨૩-૨૫. ૨ ક. આ કર્મોના સ્વરૂપ બાબત નીચેનું દૃષ્ટાંત જોવા મળે છે.
૧ દેવતાના મુખ ઉપર પડેલા વસ્ત્રની જેમ જ્ઞાનને ઢાંકનાર જ્ઞાનાવરણીય ૨ રાજકારે રહેલ છડીદારની જેમ દર્શનને ઢાંકનાર દર્શનાવરણીય ૩ મધ લગાડેલ અસિધારાની જેમ સુખ-દુ:ખના વેદ, વેદનીય, ૪ મદિરાપાનની જેમ હિતાહિતના વિવેકને ઢાંકનાર મોહનીય ૫ શૃંખલાબંધનની જેમ જીવનને માપનાર આયુ ૬ ચિત્રકારની જેમ અનેક પ્રકારના શરીર આદિની રચના માટેના હેતુ એવા નામ ૭ કુંભારના નાનાં મોટાં વાસણોની જેમ ઊંચા અને નીચા કુળને આપનાર ગોત્ર અને ૮ ભંડારી કે કોષાધ્યક્ષની જેમ દાનાદિને ઢાંકનાર અંતરાય.
જુઓ - કર્મપ્રકૃતિ - સંસ્કૃત ટીકા (૧. ર૧) પૃ. ૧૫ ખ. આઠ પ્રકારના કર્મોના ક્રમ માટે જુઓ - કર્મપ્રકૃતિ ૧ (૧૭-ર૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org