________________
પ્રકરણ ૨ : સંસાર
૧૬૧
૬. નામ કર્મ-જે શરીર, ઇન્દ્રિય વગેરેની સમ્યક્ કે અસમ્યક રચનાનો હેતુ છે તેને નામ-કર્મ કહેવામાં આવે છે. તેના શુભ અને અશુભના ભેદથી પ્રથમ તો બે પ્રકારો પાડવામાં આવ્યા છે. પછીથી પ્રત્યેકના અનેક ભેદોનો સંકેત કરવામાં આવેલ છે.
૭. ગોત્રકર્મ-જે કર્મના પ્રભાવથી ઊંચી કે નીચી જાતિ, ઊંચા કે નીચા કળ વગેરેની પ્રાપ્તિ થાય તેને ગોત્રકર્મ કહેવામાં આવે છે. તેના ઉચ્ચ અને નિમ્ન એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. ત્યાર પછી પ્રત્યેકના આઠ આઠ પ્રકારોનો સંકેત કરવામાં આવેલ છે.
૮. અન્તરાય કર્મ-જે કર્મના પ્રભાવથી, બધાં કારણો અનુકૂળ હોવા છતાં કાર્યસિદ્ધિ થતી નથી તેને અંતરાય કર્મ કહેવામાં આવે છે. તેના પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. દાન, લાભ, ભોગ. (જે વસ્તુ એક વાર ભોગવી
બંધનું નિમિત્ત ન મળે તો તે જીવ બાકી રહેલ આવરદાના ત્રીજા ભાગમાં (એટલે કે ૧૧ વર્ષ બાકી રહેતાં) આયુકર્મનો બંધ કરશે. આ સમયે વળી આયુકર્મના બંધનું નિમિત્ત ન મળે તો તે જીવ બાકી રહેલ આવરદાના ત્રીજા ભાગમાં(૩ ૨૩ વર્ષ) આયુકર્મનો બંધ કરશે. આ રીતે આયુકર્મના બંધનું નિમિત્ત ન મળે તો આ ક્રમ આવરદાની છેલ્લી ક્ષણ સુધી ચાલ્યા કરશે. વિષ-ભક્ષણ વગેરેથી અકાળમૃત્યુ થતાં, જીવ ઉપર્યુક્ત નિયમનું ઉલ્લંઘન કરીને તે જ ક્ષણે આયુકર્મનો બંધ કરી લે છે. સામાન્ય અવસ્થામાં ઉપર્યુક્ત ક્રમાનુસાર જ આયુકર્મનો બંધ જીવનમાં માત્ર એકવાર થાય છે. આયુકર્મનો બંધ થતાં, જીવનની આવરદાની સીમા વધી-ઘટી શકે છે. પરંતુ, નરકાદિ ચતુર્વિધરૂપે જે આયુકર્મનો બંધ થઈ જાય છે તે બહુ પ્રયત્ન કરવા છતાં પણ અન્યથા કરી શકાતો નથી.
-જુઓ ઉ. આ. ટી. પૃ. ૧ર૮૪ ૧ ૩. ૩૩. ૨૩. २ गोयं कम्मं दुविहं उच्चं नीयं च आहियं । उच्चं अट्ठविहं होइ एवं नीयं पि आहियं ।।
–૩. ૩૩. ૧૪. ગોત્ર-કર્મના આઠ ભેદ છે : જાતિ, કુળ, બળ, તપ, ઐશ્વર્ય, શ્રત, લાભ
અને રૂ૫. ૩ ૩. ૩૩. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org