________________
૧૬૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
મળે છે. તેનાં નામ આ પ્રમાણે છેઃ હાસ્ય, રતિ, અસતિ, શોક, ભય, જુગુપ્સા, અને વેદ (સ્ત્રી, પુરુષ અને નપુંસક લિંગ). સ્ત્રીવિષયક માનસિકવિકાર, પુરુષવિષયક માનસિક-વિકાર તથા ઉભય વિષયક માનસિક-વિકાર, પુરુષવિષયક માનસિક-વિકાર તથા ઉભય વિષયક માનસિક-વિકાર એવા પ્રકારે વેદના ત્રણ ભેદ કરવાથી નોકષાયના નવ પ્રકારો પડે છે'.
૫. આયુ કર્મ-જે કર્મના પ્રભાવથી જીવના જીવનની (આવરદાની) અધિ નિશ્ચિત થાય છે તેને આયુકર્મ કહેવામાં આવે છે. ચાર ગતિઓના આધારે, તેના પણ ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે`.૧ નકાયુ ૨. તિર્યંચાયુ ૩ મનુષ્યાયુ ૪ દેવાયુ. ગ્રંથમાં સૂત્રાર્થ-ચિંતનનું ફળ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે સૂત્રાર્થચિંતનથી જીવ આયુકર્મને છોડીને બાકીનાં સાત કર્મોના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે. આ સિવાય, જો આયુકર્મનો બંધ કરે છે તો તે વિકલ્પે કરે છે. ઉપરથી સ્પષ્ટ થાય છે કે આયુકર્મ બાકીનાં સાત કર્મો કરતાં કંઇક જુદું છે. કર્મ-સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા ગ્રન્થો તથા ‘ઉત્તરાધ્યયન’ ઉપરના ટીકાગ્રંથો વગેરે જોતાં જાણવા મળે છે કે આયુકર્મનો જીવનમાં માત્ર એકવાર બંધ થાય છે જ્યારે, અન્ય કર્મોનો બંધ દરરોજ થતો રહે છે .
આ
१ सोलसविहभेएणं कम्मं तु कसायजं ।
सत्तविहं नवविहं वा कम्मं नोकसायजं ॥
कोहं च माणं च तहेव मायं लोहं दुगुछं अरई रई च । हासं भयं सोगपुमित्थिवेयं नपुंसवेयं विविहे य भावे ॥
-૩. ૩૩. ૧૧.
૨ ૩. ૩૩. ૧૨.
3 अणुप्पेहाएणं आउयवज्जाओ सत्तकम्मप्पगडीओ घणियबंधणबद्धाओ सिढिलबंधणबद्धाओ आउयं च णं कम्मं सिया बंधई, सिया नो बंधइ ।
પરેફ.
Jain Education International
-૩. ૩૨. ૧૦૨.
૧૩. ૨૯. ૨૨.
ત્યારે થાય છે.
૪ આયુકર્મનો બંધ સંપૂર્ણ આવરદાનો ત્રીજો ભાગ બાકી રહે જેમ કે કોઈ જીવની આવરદા ૯૯ વર્ષની હોય તો ૩૩ વર્ષ બાકી રહે ત્યારે જ તે આગલા ભવના આયુકર્મનો બંધ કરશે. જો એ સમયે આયુકર્મના
For Private & Personal Use Only
www.jainelibrary.org