________________
પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય
ચૂલણી રાણીની કૂખે ઉત્પન્ન થઈ આઠમા ચક્રવર્તી તરીકે ખ્યાતિ પામ્યો. તેને ચિત્તમુનિ સાથે વાર્તાલાપ થયો હતો. ધર્મનું પાલન ન કરવાને લીધે તે સાતમા નરકમાં ગયો.
ભદ્રા :
સુંદર અવયવો અને તેવા જ ગુણોવાળી ભદ્રા કોશલ દેશના રાજાની પુત્રી હતી. હરિકેશિબલ મુનિને મારનારા બ્રાહ્મણોને તેણે મુનિમા તપોબળનો પરિચય આપી મારતાં અટકાવેલા. પહેલાં દેવની પ્રેરણાથી ભદ્રાને તે મુનિને આપવામાં આવેલી પણ વીતરાગી મુનિએ તેની કામના ન કરી. ટીકાકારોએ તેને રાજા સોમદેવની પત્ની તરીકે વર્ણવી છે.
ભરત :
તેઓ ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી રાજા હતા. તેમના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. તેમણે રાજ્ય છોડી જિનદીક્ષા લીધી હતી.
ભૃગુપુરોહિત અને તેના બે પુત્રો :
આ ત્રણે પૂર્વજન્મમાં દેવ હતા. સ્વર્ગમાંથી ચૂત થઈ ઈકાર નગરમાં બ્રાહ્મણના કુળમાં તેઓ જન્મ્યા. ભૃગુપુરોહિતના બંને પુત્રો જ્યારે જૈન શ્રમણ બનવા માટે પિતાની આજ્ઞા લેવા આવ્યા ત્યારે પિતાએ તેમને ભોગવિલાસની લાલચ આપી પણ તેમણે પોતાના પ્રભાવથી માતા-પિતાને પા ભોગોમાંથી વિરક્ત કરી દીધા. બધાએ સાથે દીક્ષા લીધી. મૂળ ગ્રંથાં પુરોહિત અને તેના પુત્રોનાં નામ આપેલ નથી. અહીં પુરોહિતનું ‘ભૃગુ' નામ ટીકા-ગ્રંથોને આધારે આપવામાં આવેલ છે.
ભોગરાજ
તેઓ રાજીમતીના પિતા નામે ઉગ્રસેન હતા. કેશવે અરિષ્ટનેમિની સાથે વિવાહ કરવા માટે તેમની પાસેથી રાજીમતીની યાચના કરી હતી.
મઘવા" :
આ ત્રીજા ચક્રવર્તી હતા. તેમણે રાજ્ય છોડી દીક્ષા લીધેલી.
૪૮૧
૧ ૩. ૧૨-૨૦, ૨૨, ૨૪, ૨૫. ૩ જુઓ - ઈષુકાર આખ્યાન પરિ-૧. ૫ ઉ. ૧૮. ૩૬.
Jain Education International
૨ ૬. ૧૮. ૩૪.
૪ ૯. ૨૨. ૮, ૪૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org