________________
૪૮૨
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
મૃગા ?
એ સુગ્રીવ નગરના રાજા બલભદ્રની પટરાણી અને મૃગાપુત્રની માતા હતી.
મૃગાપુત્ર’ : તેમનું મૂળનામ “બલશ્રી' હતું પણ તે મૃગાપુત્ર તરીકે જાણીતા થયા. તેઓ પિતા તથા માતાનું પ્રિય સંતાન હતા. મહેલમાં સ્ત્રીઓ સાથે આનંદપ્રમોદમાં લીન રહેતા. એકવાર ગવાક્ષમાંથી એક સાધુને જોઈ તેમને પૂર્વજન્મનું જ્ઞાન થયું અને તેમણે માતા-પિતા પાસેથી જિનદીક્ષા લેવા માટે રજા માગી. પ્રથમ તો માતા-પિતાએ તેમને સંસારમાં ભોગોની લાલચ આપી પણ પછી તેમનો દઢ સંયમ જોઈ દીક્ષા માટે અનુમતિ આપી. અંતમાં તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. માતાપિતા સાથે થયેલ સંવાદમાં તેમણે નરકોનાં કષ્ટો અને સાધુધર્મનું વર્ણન કર્યું.
મહાવીર : તેઓ અંતિમ (ચોવીશમા) તીર્થંકર છે. તેમનો સમય આજથી અઢી હજાર વર્ષ પહેલાંનો એટલે કે ઈ. પૂ. છઠ્ઠી સદીનો હતો. તેમણે દેશકાળનો વિચાર કરી, પાર્શ્વનાથના “ચાતુર્માસ” તથા “સાન્તરોત્તર ધર્મને “પંચયામ” અને “અચલકના સ્વરૂપે પરિવર્તન કર્યો. તેમનું ગોત્ર કાશ્યપ હતું. તેમને ગ્રંથોમાં વરદર્શી (પ્રધાનદર્શી), જ્ઞાનપુત્ર, જિન, વર્ધમાન, વીર, બુદ્ધ વગેરે નામો દ્વારા સંબોધવામાં આવેલ છે. તેમના પિતાનું નામ “સિદ્ધાર્થ અને માતાનું નામ “ત્રિશલા હતું.
૧ ઉ. ૧૯. ૧-૨. ૨ જુઓ – મૃગાપુત્ર આખ્યાન, પરિ-૧. ૩ ઉ. ૨૩. ર૩, ર૯, ૩૬. ર૬૯, વગેરે ૪ કાશ્યપ ૨-૪૬, જ્ઞાનપુત્ર ર૬. ર૬૯, બુદ્ધ ૧૮. ૩૨, ૨૫. ૩૪, ૩૫.
૧, વરદર્શી ૨૮. ૨, વીર ર૦. ૪૦, જિન ર. ૬, ૧૦. ૩૨, ૧૪. પર, ૧૮, ૧૯, ૩૨, ૪૩, ૪૭, ૨૧. ૧૨, ૨૨. ૨૮, ૩૮, ૨૪. ૩, ૨૮૧-૨, ૧૮-૧૯, ૨૭, ૩૬. ૬૦, ર૬૧, ર૬ર, વર્ધમાન ૨૩. ર૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org