________________
૩૫૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૧૮ જલ્લ પરીષહજયઃ પરસેવો, કીચડ, ધૂળ વગેરે શરીર ઉપર જમા થતાં તેને દૂર કરવાનો પ્રયત્ન ન કરવો એ જલ્લ પરીષહ જય છે. અર્થાત્ ધૃણિત વસ્તુઓનો સંપર્ક થતાં તેની ધૃણા ન કરવી તથા શરીરના સંસ્કાર (જ્ઞાન) આદિની અભિલાષા ન રાખવી એ જલ્લ પરીષહજય કહેવાય છે.
૧૯ સત્કાર પુરસ્કાર પરીષહજય : અભિવાદન, નમસ્કાર, નિમંત્રણ વગેરેથી કોઈ અન્ય સાધુનું સંમાન થતું જોઇને તથા પોતાનું સન્માન ન થતું હોય ત્યારે ઈર્ષાભાવ ન રાખતાં વીતરાગી રહેવું એ સત્કાર-પુરસ્કાર પરીસહજય કહેવાય છે.
૨૦ પ્રજ્ઞા પરીષહ જય : પ્રજ્ઞાની પ્રાપ્તિ થઈ જાય પછી કોઇએ પૂછેલા પ્રશ્નનો જવાબ ન દઇ શકાય તો “આ કર્મોનું ફળ છે” એવો વિચાર કરવો એ પ્રજ્ઞા પરીષહજય કહેવાય છે.
૨૧ અજ્ઞાન પરીષહજય : બધા પ્રકારના સાધુ-ધર્મનું પાલન કરવા છતાં, પણ અજ્ઞાનતા દૂર ન થાય તો હું નકામો ભોગોથી નિવૃત્ત થયો, જ્ઞાનની પ્રાપ્તિ તો ન થઈ” એવું ન વિચારવું એ અજ્ઞાન પરીષહજયે કહેવાય છે. અર્થાત્ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પણ ધર્મમાં દઢ રહેવું એ અજ્ઞાન પરીષહજય છે. १ जाव सरीरभेओत्ति जल्लं काएण धारए ।
–૩. ર. ૩૭. તથા જુઓ ઉ. ૨. ૩૬, ૧૯. ૩ર. २ अभिवायणमभूट्ठाणं सामी कुज्जा निमंतणं । जे ताइं पडिसेवंति न तेसि पीहए मुणी ॥
–૩. ૨. ૩૮. તથા જુઓ ઉ. ૨. ૩૯, ૨૧. ૨૦. 3 से नूणं मए पुव्वं कम्माडणाणफलाकडा । जेणाहं नाभिजाणामि पुट्ठो केणइ कण्हुई ॥
–૩. ર. ૪૦. તથા જુઓ ઉ. ૨. ૪૧. ४ निरट्ठगम्मि विरओ मेहुणाओ सुसंवुडो । जो सक्खं नाभिजाणामि धम्मं कल्लाणपावगं ।।
૩. ૨. ૪૨. તથા જુઓ ઉ. ૨. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org