________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૫૯
રર દર્શન પરીષહજય : ‘પરલોક નથી, તપથી ૠદ્ધિની પ્રાપ્તિ થતી નથી, હું તો ભિક્ષાધર્મ લઇને છેતરાયો, તીર્થંકર (જિન) હતા નહિ, છે નહિ અને થશે નહિ.’ આમ બોલી ધર્મમાં અવિશ્વાસ ન થવા દેવો એ દર્શન પરીષહજય છે'. એટલે કે દરેક પરિસ્થિતિમાં ધર્મમાં દઢ વિશ્વાસ રાખવો. જ્યાં સુધી એવી દૃઢ શ્રદ્ધા નહીં થાય ત્યાં સુધી સાધુ અન્ય પરીષહોને જીતી શકતો નથી કારણ કે શ્રદ્ધાના પાયા ઉપર તો ધર્મની ઇમારત ઊભી છે.
પરીષહજયની કઠોરતા :
ઉપર જણાવેલ બાવીશ પ્રકારે સાધુએ પરીષહોને સહન કરવા એવું વિધાન પ્રસ્તુત ગ્રંથમાં છે. આ પરીષહો ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો જોઇએ એ બાબત લખવામાં આવ્યું છે કે સાધુએ પૂર્વબદ્ધ કર્મોનું ફળ જાણી, ધૈયર્યપૂર્વક યુદ્ધ ભૂમિમાં ઊભેલ હાથીની જેમ, વાયુના પ્રચંડ વેગથી કંપિત ન થનારા મેરુ પર્વતની જેમ અને ભય ન પામતા સિંહની જેમ અડગ અને આત્મગુપ્ત રહીને આ પરીષહોને સહન કરવા. આમ આવા પરીષહો આવે ત્યારે અડગ રહેવું એ ખૂબ કઠિન કાર્ય છે.
આ પરીષહજયના વર્ણનથી સાધુનાં કર્તવ્યોનો બોધ થાય છે. અચેલ અને તૃણાસ્પર્શ પરીષહ જય ખાસ કરીને જિન કલ્પી અથવા દિગંબરને અનુલક્ષીને છે કારણ કે વસ્ત્રરહિતને આ પરીષહોની સંભાવના વધારે રહે છે. કેટલાક પરીષહો એક સાથે આવે છે. સાધુ દરરોજ કોઈ ને કોઈ પરીષહ અવશ્ય સહન કરતો જ હોય છે. જેમકે : ક્ષુધા, તૃષા, તૃણસ્પર્શ, યાચના, જલ્લ, શીત, ઉષ્ણ વગેરે. આ પરીષહોની સંખ્યા દેશ-કાળની પરિસ્થિતિ અનુસાર નક્કી કરવામાં આવી છે એમ જાણી શકાય છે. જેમકે: અરતિ, દર્શન, પ્રજ્ઞા, અજ્ઞાન વગેરે પરિસ્થિતિ અનુસાર ઉમેરવામાં આવેલ પરીશહો છે. વસ્તુતઃ પરીષહજય એટલે
१. नत्थि नूणं परे लोए इड्डी वावि तवस्सिणो । अदुवा वंचिओमिति इह भिक्खू न चिंतए ||
૨ તથા જુઓ ઉ. ૨. ૪૫.
તથા જુઓ ઉ. ૨૧. ૧૭, ૧૯, ૧૯. ૩૨-૩૩, ૯૨. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૨. ૪૫.
www.jainelibrary.org