________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩પ૭
વસ્તુ હોતી નથી. તેથી ગૃહસ્થો પાસેથી દરરોજ આહારાદિ માંગવા કરતાં ઘરમાં રહેવું સારું છે' એવો યાચનાજન્ય દીનતા ભાવ આવવા ન દેવો એ યાચના પરીષહજય છે. - ૧૫ અલાભ પરીષહજય : આહારાદિની યાચના કરતાં, ક્યારેક તેની પ્રાપ્તિ ન પણ થાય, તેથી તેવી પરિસ્થિતિમાં દુઃખી ન થતાં એમ વિચારવુંઆજે ભિક્ષા ન મળી, કાલે મળશે” એ અલાભ-પરીષહજય છે.
૧૬ રોગપરીષહજય : શરીરમાં કોઈ પ્રકારનો રોગ થાય ત્યારે દવાનું સેવન (ચિકિત્સા) ન કરતાં સમતાપૂર્વક રોગજન્ય કષ્ટને સહન કરવું એ રોગપરીષહજય છે. મૃગાપુત્ર, સાધુના આ પરીષહજયની બાબતમાં મૃગનું દૃષ્ટાંત આપે છે-“જેમ મૃગને રોગાદિ થાય પણ કોઈ તેની દવા વગેરે આપી સેવા કરતું નથી અને થોડા સમય પછી તે સાજું થઈ જાય છે અને અન્યત્ર ફરે છે તેમ સાધુએ રોગાદિ થતાં ઔષધીની કામના ન કરવી જોઇએ.
૧૭ વણસ્પર્શ પરીષહજય : ઘાસ પર શયન કરતી વખતે અચેલ સાધુનું શરીર વિકૃત થાય એ શક્ય છે. તેથી એવી અવસ્થામાં પણ વસ્ત્રાદિની અભિલાષા ન કરવી એ તૃણાસ્પર્શ પરીષહજય છે. १ गोयरग्गपविट्ठस्स पाणी नो सुप्पसारए । सेओ अगारवासुत्ति इह भिक्खू न चिंतए ।
–૩. ૨. ર૯. તથા જુઓ ઉ. ૨. ૨૮; ૧૯. ૩૩. २ अज्जेवाहं न लभाभि अवि लाभो सुए सिया । जो एवं पडिसंचिक्खे अलाभो तं न तज्जए ।
–૩. ૨. ૩૧. તથા જુઓ ઉ. ૨. ૩૦, ૧૯. ૩૩. 3 तेगिच्छं नाभिनंदेज्जा संचिक्खडत्तगवेसए ।
–૩. ૨. ૩૩. તથા જુઓ ઉ. ૨. ૩ર. ૧૫. ૮. ૪ ૩. ૧૯, ૭૬-૭૭. ५ एवं नच्चा न सेवंति तंतुजं तणतज्जिया ।
–૩. ૨. ૩૫. તથા જુઓ ઉ. ૨. ૩૪. ૧૯. ૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org