SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન પોતાની કન્યા રાજીમતી દેવા તૈયાર થતો નથી. પછી જ્યારે અરિષ્ટનેમીનો મોટોભાઈ કેશવ એમ સ્વીકારે છે કે તે વરની સાથે જાન લઈ કન્યાગૃહે આવશે ત્યારે જ ઉગ્રસેન તૈયાર થાય છે. આ ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે કેટલાક માણસો રાજકુમારો માટે રાજકન્યાઓ ભેટ સ્વરૂપે પણ આપતા. તેથી જ્યારે કેશવ અરિષ્ટનેમી માટે રાજીમતીની યાચના કરે છે ત્યારે રામતીના પિતા એમ કહે છે કે રાજકુમાર અહીં આવે અને કન્યાને લઈ જાય આ હકીકત સિદ્ધ કરે છે કે શ્રેષ્ઠ કન્યાઓ વિવાહોત્સવપૂર્વક સસન્માન આપવામાં આવતી હતી તથા કેટલીક સાધારણ કન્યાઓ સંભવત: ભેટ સ્વરૂપે મોકલી આપવામાં આવતી. ૭ પ્રાય: બહુપત્નીત્વની પ્રથા પણ હતી. રાજાઓ અને સંપન્ન કુળોમાં એક કરતાં વધારે પત્નીઓ રાખવામાં આવતી, જેમ કે રાજા વાસુદેવને રોહિણી અને દેવકી એવી બે પત્નીઓ હતી. મૃગાપુત્રના પિતા બલભદ્રરાજાને મૃગા નામની પટરાણી હતી. ૮ આ વિવાહ સંબંધો સિવાય, ક્યારેક પતિના મૃત્યુબાદ કેટલીક વિધવાઓ હૃષ્ટ-પુષ્ટ પુરુષોની સાથે ક્યારેક ચાલી પણ નીકળતી. સૌન્દર્ય-પ્રસાધન : તે સમયે વસ્ત્ર અને આભૂષણો ઉપરાંત સ્નાન, માલાધારણ, વિલેપન વગેરે દ્વારા શરીરનો શણગાર કરવામાં આવતો હતો. કાંચકીથી વાળને શણગારવામાં આવતા તથા કાનમાં કુંડળ ધારણ કરવામાં આવતા. આમ આ ઘરેણાં વગેરે સૌન્દર્ય પ્રસાધન તરીકે ઉપયોગમાં લેવાતાં હતાં. ૧ જુઓ – પૃ. ૪૧૦, પા. ટિ. ૩. २ तस्स भज्जा दुवे आसी रोहिणी देवई तहा । –૩. રર. ૨. તથા જુઓ – પૃ. ૪૦૩, પા. ટિ, ૧, પરિશિષ્ટ ૨. ૩ જુઓ – પૃ. ૧૩૩. પા. ટિ. ૨, પૃ. ૪૦૩, પા. ટિ. ૧. ૪ જુઓ – પૃ. ૪૦૪, પા. ટિ. ૧, પૃ. ૪૧૧. પા. ટિ. ૩. ૫ એજન, ઉ. ૯. ૬૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy