________________
૭૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
(ખ) અરૂપી અચેતન-દ્રવ્ય (ધર્મ-અધર્મ-આકાશ-કાલ)
રૂપાદિથી રહિત અચેતન-દ્રવ્ય મુખ્યત્વે ચાર પ્રકારનું છે અને અવાજોર ભેદો સાથે તેના દસ પ્રકાર થાય છે. તેના અવાન્તર ભેદ કાલ્પનિક છે. તેના પ્રમુખ ચાર ભેદોનાં નામ આ રીતે છે: ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ-દ્રવ્ય અને કાલદ્રવ્ય ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશ દ્રવ્ય બહુપ્રદેશીય હોવાથી તેને પુગલની જેમ સ્કંધ, દેશ અને પ્રદેશના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના પ્રદર્શિત કરવામાં આવે છે. આ એક અખંડ રૂપ દ્રવ્ય હોવાથી તેનો પરમાણુરૂપ ચોથો પ્રકાર પાડવામાં આવેલ નથી. કાલદ્રવ્ય પરમાણુરૂપ જ હોવાથી તેનો કોઈ અવાત્તર ભેદ પાડવામાં આવ્યો નથી કારણ કે બહુપ્રદેશીય દ્રવ્યમાં જ સ્કલ્પ, દેશ અને પ્રદેશ એવા અવાજોર ભેદ પાડી શકાય છે. ધર્માદિ દ્રવ્યો પરમાણુ રૂપ ન હોવાથી અને બહુમદેશીય (અસ્તિકાય) હોવાથી ગ્રંથમાં ધર્માદિ દ્રવ્યોને સંખ્યાની અપેક્ષાએ એક-એક અખંડદ્રવ્ય બતાવવામાં આવેલ છે. કાલ-દ્રવ્ય પરમાણુરૂપ હોવાથી તથા એક પ્રદેશી (અનસ્તિકાય) હોવાથી તેને અનેક સંખ્યાવાળા બતાવવામાં આવેલ છે. આ કારણો, તત્ત્વાર્થસૂત્રકારે પણ કાલદ્રવ્યને છોડીને શેષ ધર્માદિ ત્રણ અચેતન દ્રવ્યોને બહુપ્રદેશીય (અસ્તિકાય) તથા નિષ્ક્રિય કહેલ છે.
આ ચારેય દ્રવ્ય અરૂપી હોવાથી ભાવાત્મક તથા શક્તિરૂપ છે. તેને આપણે આપણી આંખોથી જોઈ નથી શકતા. એનાં કાર્યોથી તેની સત્તાની માત્ર કલ્પના
१ धम्मो अधम्मो आगासं दव्वं इक्किक्कमाहियं ।
अणंताणि य दव्वाणि कालो पुग्गलजंतवो ।।
-૩. ૨૮. ૮.
२ अजीवकाया धर्माधर्माकाश पुद्गलाः ।
–ત. . ૫. ૧.
%
आ आकाशादेक द्रव्वाणि । निष्क्रियाणि च ।
–ત, જૂ. ૫. ૬-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org