________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૭૫
કરી શકાય છે. આ ચારેય દ્રવ્યોનો ક્યારેય વિનાશ થતો નથી તેમજ તેમની ઉત્પત્તિ પણ થતી નથી. તેથી તેમને સત્તતિ-પ્રવાહ તરીકે નહીં પણ અનાદિઅનંત તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. અપેક્ષા-વિશેષની દૃષ્ટિએ તેમાં આદિ સાન્તતા (ઉત્પત્તિ-વિનાશ) પણ છે. જો કે ગ્રન્થમાં માત્ર કાલ-દ્રવ્યની બાબતમાં જ સાદિ-સાન્તતાનું કથન છે પરંતુ ઉપાધિની અપેક્ષાથી ધર્માદિ દ્રવ્યોમાં પણ સાદિ-સાન્તતા અભીષ્ટ છે. છે*. ધર્મ અને અધર્મ-આ બે દ્રવ્યનું સ્થિતિ-ક્ષેત્ર લોકનું સીમા–પ્રમાણ (અસંખ્યાત-પ્રદેશી) માનવામાં આવેલ છે. આકાશ દ્રવ્ય લોક અને અલોકમાં વર્તમાન હોવાથી તેને લોકાલોક પ્રમાણ (અનંત પ્રદેશ) વાળું માનવામાં આવેલું છે. મનુષ્યલોકમાં જ ઘડીયાળ, ઘંટ આદિ રૂપે કાળની ગણના કરવામાં આવે છે તે કારણે કાલ-દ્રવ્યને અઢી-દ્વીપ પ્રયાણ (સમય ક્ષેત્રિય) કહેવામાં આવેલ છે. બીજી રીતે, અન્ય દ્રવ્યોની જેમ તે પણ લોકપ્રમાણ જ છે. કારણ કે એમ ન માનવામાં આવે તો અઢી-દ્વીપની બહાર કાલદ્રવ્યકત પરિવર્તન કેવી રીતે સંભવી શકે? માટે, અન્યત્ર જેન-ગ્રંથોમાં
१ धम्माधम्मागासा तिनि वि एए अणाइया ।
अपज्जवसिया चेव सव्वद्धं तु वियाहिया । समए वि संतइ पप्प एवमेव वियाहिए । आएसं पप्प सईए सपज्जवसिए वि य ॥
–૩. ૩૬. ૮-૯.
૨ એજન 3 धम्माधम्मे य दो चेव लोगमित्ता वियाहिए ।
लोगालोगे य आगासे समए समयखेत्तिए ।।
–૩. ૩૬. ૭.
समयावलिकापक्षमासत्वंयनसञ्जिताः । नृलोक एव कालस्य वृत्तिर्नान्यत्र कुत्रचित् ॥
–૩ તથા જુઓ – પૃ. ૫૭. પા. ટિ. ૫. ૪ જુઓ – પૃ. ૫૫. પા. ટિ. ૧.
૩. વ. ટી., મા I-૬, પૃ. ૬૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org