________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કાલદ્રવ્યને પણ લોક-પ્રમાણ માનવામાં આવેલ છે. આ ધર્માદિ અરૂપી અચેતન દ્રવ્યોનું સ્વરૂપ આ પ્રમાણે છે:
૧. ધર્મદ્રવ્ય-અહીં ધર્મદ્રવ્યનું તાત્પર્ય પુણ્ય ને લગતું નથી પણ ગતિમાં સહાયતા દેનાર દ્રવ્ય-વિશેષને લગતું છે. માટે, ગ્રન્થમાં ગતિને ધર્મનું લક્ષણા કહેવામાં આવ્યું છે. ધર્મદ્રવ્ય ગતિમાન ચેતન અને પુદ્ગલનું માત્ર ગતિમાં સહાયક કારણ છે, પ્રેરક કારણ નથી. વાસ્તવમાં ગતિ ચેતન અને પુદ્ગલમાં જ છે. તેને આપણો રેલના પાટાની જેવું ગતિનું માધ્યમ કહી શકીએ. આ લોકાકાશ-પ્રમાણ એક અખંડ દ્રવ્ય હોવાથી સ્વતઃ નિષ્ક્રિય છે. લોકની સીમાની બહાર, ચેતન અને પુદ્ગલનું ગમન ન થઈ શકે તેથી તેને લોકના સીમાપ્રમાણાવાળું માનવામાં આવે છે. અલોકમાં આવી ગતિના માધ્યમનો અભાવ હોવાથી ત્યાં જીવાદિની ગતિનો નિરોધ થઈ જાય છે.
૨. અધર્મદ્રવ્ય-ધર્મદ્રવ્યની જેમ આ પણ, પાપરૂપ અધર્મનું વાચક નથી પરંતુ, આના દ્વારા ક્રિયાથી દ્રવ્ય એવાં ચેતન અને પુદ્ગલને રોકવામાં સહાયતા મળે છે. તેથી “સ્થિતિને અધર્મનું લક્ષણ ગણવામાં આવેલ છે. અર્થાત્ સ્થિર રહેનાર દ્રવ્યો (જીવ-પુદ્ગલ)ને રોકવામાં મદદ કરવાનું તેનું કાર્ય છે. આ રીતે, આ ધર્મ-દ્રવ્યથી વિપરીત પ્રકારનું દ્રવ્ય છે. ધર્મદ્રવ્ય ગમનમાં સહાયક છે તો અધર્મદ્રવ્ય સ્થિર થવામાં સહાયક છે. બાકીનાં તેનાં બધાં લક્ષમણ ધર્મદ્રવ્ય જેવાં છે.
ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યમાં માનવાનું મૂળ કારણ સૃષ્ટિના નિયન્તા તરીકે ઈશ્વરને ન માનવાનું અને વસ્તુ-વ્યવસ્થાની સાથે લોકાલોકનું વિભાજન સુનિયોજિત
૧ મ. સં. નૈ., પૃ. ૨૨૨. ૨ | નવો ૩ મો !
-૩. ૨૮. ૯.
૩ પંચાસ્તિવ, માથા ૮૩, ૮૬, R. નૈ., પૃ. ૨૩. ४ अहम्मो ठाणलक्खणो ।
-૩. ૨૮. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org