________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
બનાવી રાખવાનું છે. પ્રેરક કારણ ન માનીને માત્ર સહાયક કારણ માનવાનું કારા, પૂર્ણ વ્યક્તિ સ્વાતંત્ર્યને ટકાવી રાખવાનું છે તથા દ્રવ્યોમાં પરસ્પર સંઘર્ષ ન થવા દેવાનું છે. વિશ્વમાં જે હલનચલનરૂપ ક્રિયા જોવા મળે છે તે બધામાં ધર્મ-દ્રવ્ય કામ કરે છે. અને જે હલનચલનની ક્રિયાથી રહિત છે તે બધામાં અધર્મ દ્રવ્ય કાર્ય કરે છે. બંને અચેતન અને નિષ્ક્રિય હોવા છતાં, ગતિ-સ્થિતિમાં સહાયક કારણ માત્ર હોવાથી પરસ્પરમાં ઝઘડો થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઝઘડો સક્રિય દ્રવ્યોમાં જ સંભવે, નિષ્ક્રિયમાં નહિ. અહીં એક વાત વળી એ પણ વિચારણીય છે કે ગતિ અને સ્થિતિમાં સહાયક આ બે દ્રવ્યોનાં ક્રમશઃ નામ ધર્મ અને અધર્મ શા માટે રાખવામાં આવ્યાં? બધે તો ધર્મ અને અધર્મ શબ્દનો પ્રયોગ ક્રમશઃ પુણ્યરૂપ અને પાપરૂપ કાર્યોના અર્થમાં પ્રચલિત છે. આ ઉપરાંત, પ્રકૃત ગ્રંથમાં પણ ધર્મ અને અધર્મ શબ્દનો પ્રયોગ અનુક્રમે સારાં અને ખરાબ કાર્યોના અર્થમાં થયેલ છે`. એથી માલૂમ થાય છે કે તેના મૂળમાં ધાર્મિક ભાવના કાર્ય કરે છે. તે ભાવના એવી કે, અધર્મ (ખરાબ કાર્ય) કરનાર સંસારમાં પડ્યો રહે છે અને ધર્મ (શુભકાર્ય) કરનાર સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઉપર ગમન કરે છે. તેથી ધર્મને ગતિનું અને અધર્મ (સંસારમાં સ્થિત રહેવાથી) ને સ્થિતિનું સહાયક કારણ માનીને તેનાં નામ અનુક્રમે ગતિ અને સ્થિતિ એવાં ન રાખીને ધર્મ અને અધર્મ એ પ્રમાણે રાખવામાં આવેલ છે.
૩. આકાશ દ્રવ્ય-દ્રવ્યોને સ્થિર થવા માટે સ્થાન (અવકાશ) આપવાનું કામ આકાશ કરે છે, તે બધાં દ્રવ્યોનું આધારભૂત ભાજન (પાત્ર-વિશેષ) છેરે. ચેતન અને અચેતન દ્રવ્યોને સ્થિર રહેવા માટે કોઈ આધાર-વિશેષની કલ્પના જરૂરી હતી કારણ કે આધાર વગર આ દ્રવ્યો ક્યાં સ્થિર થાય? તે માટે જે દ્રવ્યની કલ્પના કરવામાં આવી તે ‘આકાશ’ છે, તે કોઈ નક્કર દ્રવ્ય નથી પરંતુ ખાલી સ્થાન એ જ આકાશ. જ્યાં આપણે ઊઠીએ છીએ, બેસીએ છીએ, ચાલી
૧ ૩. ૨૦. ૨૮; ૭. ૧૪-૨૧.
२ भायणं सव्वदव्वाणं नहं ओगाहलक्खणं ।
Jain Education International
66
For Private & Personal Use Only
૧૩. ૨૮. ૯.
www.jainelibrary.org