________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
છીએ, સૂઈએ છીએ ત્યાં બધે આકાશ છે. અલોકમાં પણ એવાં કોઈ પ્રદેશ નથી જ્યાં આકાશ ન હોય એવા દ્રવ્યની સત્તા સ્વીકારવાથી દ્રવ્ય અનાધાર બનતાં નથી. નહીંતર તો, આધાર વગર આધેય ક્યાં રહેત? સર્વશક્તિ સંપન્ન ઈશ્વર-દ્રવ્યનો સ્વીકાર કરવાથી આવાં દ્રવ્યની કલ્પના નિરર્થક થાત. જો કે, બૌદ્ધ, વૈશેષિક, સાંખ્ય અને વેદાતં દર્શનોમાં પણ આકાશદ્રવ્યને માનવામાં આવેલ છે પરંતુ પ્રકૃત ગ્રંથમાં સ્વીકારેલ આકાશ-દ્રવ્ય સાથે તેનો ભેદ છે. બૌદ્ધદર્શનમાં આકાશનું સ્વરૂપ આવરણાભાવ તરીકેનું છે તથા તેને અસંસ્કૃત ધર્મો (જેમાં ઉત્પત્તિ-વિનાશ ન થાય)માં ગણાવવામાં આવેલ છે. પરંતુ, ‘ઉત્તરાધ્યયન’માં આકાશને અભાવાત્મક તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. તે ઉપરાંત, આકાશને અસંસ્કૃતધર્મ પણ ન કહી શકાય કારણ કે તેમાં ઉત્પત્તિવિનાશ અને સ્થિરતારૂપ દ્રવ્યનું સામાન્ય લક્ષણા જોવા મળે છે. દ્રવ્યના આ સ્વરૂપનું આગળ ઉપર વિવેચન કરવામાં આવશે. વૈશેષિક દર્શનમાં જો કે આકાશને એક સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવેલ છે. પરંતુ તેમાં તેને શબ્દગુણનું જનક ગણાવામાં આવેલ છે. તે ઉપરાંત ‘દિશા’ને આકાશથી પૃથક્ માનેલ નથી. કારણ કે આકાશના પ્રદેશોમાં જ દિશાની કલ્પના કરવામાં આવે છે. વળી, આકાશ શબ્દ-ગુણનું જનક પણ ન થઈ શકે. કારણ કે શબ્દ મૂર્ત પુદ્ગલ-વિશેષ છે અને આકાશ અમૂર્ત દ્રવ્ય છે. અમૂર્ત દ્રવ્ય મૂર્તનું જનક કેવી રીતે થઈ શકે? એ રીતે પ્રકૃતિ (અચેતન)નો વિકાર કે બ્રહ્મનો વિવર્ત પણ આકાશ ન થઈ શકે . કારણ કે આકાશ એક સ્વતંત્ર દ્રવ્ય છે.
૭૮
૧ નૌ. ૬., પૃ. ૨૯૬.
..
૨ તત્ર દ્રવ્યાળિ પૃથિપ્લેનોવાાારાાભિમનાંસિ નવેવ .......... રામુળમાારમ્ । તત્ત્વે વિમુનિત્યં ચ ........ પ્રાવ્યાવિવ્યવહાર તુક્િ।
-તર્ક સં. પૃ. ૨, ૯.
૩ આકાશને વેદાંતદર્શનમાં બ્રહ્મનો વિવર્ત તથા સાંખ્યદર્શનમાં પ્રકૃત્તિનો વિકાર માનવામાં આવેલ છે.
-જુઓ - વેદાન્તસાર પૃ. ૩૨, સાં. કા., શ્લોક ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org