________________
ર૫૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
થાય છે. તેમાં પાર્શ્વનાથની પરંપરાના પ્રધાન શિષ્ય કેશિ-શ્રમણ, મહાવીરના પ્રધાન શિષ્ય ગૌતમને પૂછે છે કે એક જ ધર્મમાં માનનારાઓમાં વસ્ત્ર સંબંધી આ ભેદ કેવો ? તેના જવાબમાં ગૌતમ કહે છે કે વિજ્ઞાનમાંથી જાણીને ધર્મના સાધનભૂત ઉપકરણોને લગતી આજ્ઞા આપવામાં આવે છે. બાહ્યલિંગતો લોકમાં માત્ર પ્રતીતિ કરાવે છે કે અમુક વ્યક્તિ સાધુ છે પરંતુ મોક્ષ પ્રત્યેનાં સદ્ભુત સાધન તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. આમ કહેવાનો આશય એ છે કે આ વસ્ત્ર સંબંધી ભેદ ભગવાન મહાવીરે લોકોની બદલાતી સામાન્ય પ્રવૃત્તિને
આચારાંગસૂત્રવૃત્તિ અનુસાર જ સાત્તરોત્તર શબ્દનો આ અર્થ પણ ઉચિત છે કે સાન્તરોત્તર એ સાધુ કહેવાય કે જે વસ્ત્ર રાખે તો છે જ પણ તેનો ઉપયોગ ક્યારેક જ કરે છે. ઉત્તરાધ્યયન-fમવન્દ્રવૃત્તિ અનુસાર “સાન્તરોત્તર' શબ્દનો અર્થ જે (મહાવીરના વસ્ત્રોની દષ્ટિએ) બહુમૂલ્ય અને શ્રેષ્ઠ વસ્ત્ર એમ કરવામાં આવેલ છે તે ઉચિત લાગતું નથી કારણ કે અચેલની સાથે તેની સંગતિ બેસતી નથી. જો કે “અચલ' શબ્દનો અર્થ ટીકાઓમાં “નિમ કોટિનાં વસ્ત્ર” એમ પણ કરવામાં આવેલ છે પણ અહીં “અચલ'નો સાદો અર્થ છે – વસ્ત્રરહિત. જો એવો અર્થ ન હોય તો “સાન્તરોત્તર'ની જેમ અચલ' શબ્દનો પ્રયોગ ન કરીને “અવમચેલ” (જુઓ પૃ. ૨૫૯ પા. ટી. ૨) શબ્દનો પ્રયોગ કરવામાં આવતા અને તેનો અર્થ હરિકેશિબલ મુનિએ
કરેલ પણ છે. १ अचेलगो य जो धम्मो जो इमो सन्तरुत्तरो । देसिओ बद्धमाणेण पासेण य महाजसा ।।
–૩. ર૩. ર૯. २ वित्राणेण समागम्म धम्मसाहणमिच्छिमं ।
–૩. ર૩. ૩૧. पच्चयत्थं च लोगस्स नाणाधिहविगप्परणं । जत्तथं गहणत्यं च लोगे लिंगपओयणं ।
–૩. ૨૩. ૩૨. તથા જુઓ – ઉ. ર૩. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org