________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
તેઓ સૈન્યદળ સાથે શિકારે પણ જતા હતા . તેઓ સુકુમાર, સુસજ્જિત અને સુખી હતા. ભોગ-વિલાસને કારણે ક્યારેક કોઈ રાજા પોતાનું રાજ્ય પણ હારી જતો. પ્રધાન અથવા સાર્વભૌમ રાજાને અધીન અન્ય અનેક રાજાઓ હતા અને તેઓ પોતપોતાના દેશના સ્વામી હતા . રાજાની દીક્ષાનો પ્રસંગ દર્શનીય રહેતો. રાજાઓનું આટલું પ્રભુત્વ અને ઐશ્વર્ય હોવા છતાં રાજાની આજ્ઞા બધા પ્રસન્નતાપૂર્વક સ્વીકારતા નહિ પણ પરાણે અને ભયને કારણે તેની આજ્ઞાઓ માનતા. તેથી ગ્રંથમાં અવિનીત શિષ્ય દ્વારા ગુરુની આજ્ઞાનું પાલન કરવાની બાબતમાં રાજાની આજ્ઞાનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
રાજાઓનાં મુખ્ય કાર્યો : રાજાએ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા તથા દુશ્મનોના આક્રમણ સામે રાજ્યની સુરક્ષા કરવા માટે યુદ્ધ કરવું પડતું. રાજાનું મુખ્ય બળ સેના ગણાતું અને તે યુદ્ધ સ્થળમાં સેનાથી શોભતો. સેના ચાર ભાગો (હાથી, ઘોડા, રથ અને પાયદળ)માં વિભક્ત રહેતી અને તેને ચતુરંગણી
૪૨૪
૧ જુઓ - પૃ. ૪૧૬, પા. ટિ. ૪. २ सुहोइओ तुमं पुत्ता सुकुमालो सुमज्जिओ ।
3 अपत्थं अंबगं मोच्चा राया रज्जं तु हारए ।
४ जे केइ पत्थिवा तुज्झं नानमंति नराहिया । वसे ते ठावइत्ताणं तओ गच्छसि खत्तिया ||
અત્રિયો રાયસદસ્મુત્તિ સુરી............
५ कालोहलगभूयं आसी मिहिलाए पव्वयंतम्मि ।
६ रायवेट्टिं च मन्त्रंता करेति भिउडिं मुहे ।
૭ જુઓ - પૃ. ૪૦૨, પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૧૯. ૩૫.
૧૩. ૭. ૧૧.
૧૩. ૯. ૩૨.
૧૩. ૧૮, ૪૩.
–૩. ૯. ૫.
૧૩. ૨૭. ૧૩.
www.jainelibrary.org