________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
અધ્યયનમાં ધર્મના સાધન-ભૂત ઉત્તરોત્તર સર્વશ્રેષ્ઠ ચાર દુર્લભ-અંગોનું પ્રતિપાદન કરતી વખતે આ ત્રણ રત્નોને જ ગણાવવામાં આવેલ છે. તે ચાર દુર્લભ અંગો આ પ્રકારે છે.
૧૯૪
૧ મનુષ્યત્વ : અહીં મનુષ્યત્વ એટલે શ્રેષ્ઠજાતિ અથવા શ્રેષ્ઠકુળ વગેરેથી સંપન્ન મનુષ્યપર્યાયની પ્રાપ્તિ. મનુષ્યપર્યાયમાં જ પૂર્ણ ચારિત્રનું પાલન કરી શકવું સંભવે તેથી આ પર્યાયની પ્રાપ્તિ દેવાદિ અન્ય પર્યાયની પ્રાપ્તિ કરતાં શ્રેષ્ઠ દર્શાવવામાં આવેલ છે. માટે પ્રથમ તો મનુષ્ય-જન્મ પ્રાપ્ત કરવો જ મુશ્કેલ છે અને તેમાં પણ શ્રેષ્ઠ કુળ વગેરે પ્રાપ્ત કરવાં એ તો એથી પણ વધુ મુશ્કેલ છે. આ રીતે આ દુલર્ભ-અંગમાં રત્નત્રયરૂપ ધર્મને ધારણ કરનાર અધિકારીની દુર્લભતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
૨ શ્રુતિશ્રવણ : શ્રુતિશ્રવણ એટલે શાસ્ત્રજ્ઞાન. જો કોઈ રીતે મનુષ્યત્વની પ્રાપ્તિ થઈ તો પણ ધર્મશાસ્ત્રનું જ્ઞાન મેળવવું બધા માટે સુલભ નથી. આમ અહીં સમ્યજ્ઞાનની દુર્લભતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે કારણકે શાસ્ત્ર જ્ઞાન-પ્રતિમાં સાધન છે.
૩ શ્રદ્ધા : શ્રદ્ધા એટલે શાસ્ત્રજ્ઞાનની સત્યતામાં દઢ વિશ્વાસ હોવો. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય છતાં તેની સત્યતામાં બધાને વિશ્વાસ બેસે એ બાબત મુશ્કેલ છે કારણ કે ઘણા માણસો શાસ્ત્રજ્ઞ હોવા છતાં પણ દઢ-શ્રદ્ધાના અભાવે આચાર-હીન હોય એવા દેખાય છે. અહીં શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન દુર્લભતાનું કથન ક૨વામાં આવ્યું છે.
૪ સંયમમાં પુરુષાર્થ : સંયમમાં પુરુષાર્થ એટલે સદાચારમાં પ્રવૃત્તિ. શાસ્ત્રજ્ઞાન અને તેની સત્યતામાં વિશ્વાસ બેસે છતાં પણ રાગાદિરૂપ પ્રવૃત્તિને લીધે સદાચારનું પાલન કરવું ખૂબ કઠિન છે. અહીં સમ્યક્-ચારિત્રની દુર્લભતાનું કથન કરવામાં આવ્યું છે.
આમ ધર્મના સાધનભૂત આ ચાર દુર્લભ અંગોની પ્રાપ્તિમાં જ્ઞાનરૂપ શ્રુતિશ્રવણનું શ્રદ્ધા પહેલાં કથન કરવામાં આવ્યું છે. તેનું કારણ જ્ઞાનની પ્રાપ્તિના સાધનભૂત
૧ જુઓ - પૃ. ૧૦૮, પા. ટિ. ૨; ઉ. ૩. ૮-૧૧; ઞાાસૂત્ર ૨. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org